“આરાધના“
પ્રેમની આરાધના સહેલી નથી;
લક્ષની એ સાધના સહેલી નથી.
કેટલા જગમાં શહિદો થઇ ગયા;
પણ કહાણી સૌ તણી કહેલી નથી.
જીવના બલિદાન આપ્યા તેમના;
પાળિયાની હાર આ પહેલી નથી.
નાગ ભ્રષ્ટાચાર કેર વિષ તણી;
ના કહો કે એ નદી વહેલી નથી.
કેટલાં લખતાં ગયા લખશે હજી;
આ “ધુફારી“ની કૃતિ છેલ્લી નથી.
૦૬/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply