“તો મજા છે“
નજરને નજર જો મળે તો મજા છે;
વખતસર વખત જો મળે તો મજા છે.
ગગનથી ધરા પર ઝળુંબે જે વાદળ;
વરસવાને ખાંગા વળે તો મજા છે.
ખજાનો ભરેલો સમંદર એ મોતી;
કિનારે રઝડતું જડે તો મજા છે.
મદીરા છે માદક મસ્તી ભરેલી;
ન પીવા છતાં પણ ચડે તો મજા છે.
ચમનમાં મુલાયમ પુષ્પોની વચ્ચે;
એ કંટક સુવાળુ મળે તો મજા છે.
સરિતા સમાણા વહેતાં જળોના;
રણોમાં ઝરણ ખડખડે તો મજા છે.
કરી યાદ જીવી ગયા જે ઝુરપો;
કદી પણ નયન ના રડે તો મજા છે.
હ્રદયથી ચહેલી મળે કોઇ દિલબર;
ઇશારે ઇશારે લડે તો મજા છે.
મરણને શરણ થઇ કફન ઓઢવાનું;
કફન જો સ્વજનનું મળે તો મજા છે.
મુરીદો જે માંગે મુરદો મળે છે;
“ધુફારી” ન માંગી મળે તો મજા છે.
૦૮/૧૦/૧૯૯૬
નજરને નજર જો મળે તો મજા છે;
વખતસર વખત જો મળે તો મજા છે.
ગગનથી ધરા પર ઝળુંબે જે વાદળ;
વરસવાને ખાંગા વળે તો મજા છે.
ખજાનો ભરેલો સમંદર એ મોતી;
કિનારે રઝડતું જડે તો મજા છે.
મદીરા છે માદક મસ્તી ભરેલી;
ન પીવા છતાં પણ ચડે તો મજા છે.
ચમનમાં મુલાયમ પુષ્પોની વચ્ચે;
એ કંટક સુવાળુ મળે તો મજા છે.
સરિતા સમાણા વહેતાં જળોના;
રણોમાં ઝરણ ખડખડે તો મજા છે.
કરી યાદ જીવી ગયા જે ઝુરપો;
કદી પણ નયન ના રડે તો મજા છે.
હ્રદયથી ચહેલી મળે કોઇ દિલબર;
ઇશારે ઇશારે લડે તો મજા છે.
મરણને શરણ થઇ કફન ઓઢવાનું;
કફન જો સ્વજનનું મળે તો મજા છે.
મુરીદો જે માંગે મુરદો મળે છે;
“ધુફારી” ન માંગી મળે તો મજા છે.
૦૮/૧૦/૧૯૯૬
Filed under: Poem | Leave a comment »