“સોગાદ“
જિન્દગી મારી મને સોગાદ છે;
ઇશની રચના ને દેવો દાદ છે.
મન મરેલી લાગણી ઢંઢોળતો;
આંખની કીકી મહીં ફરિયાદ છે.
ઊંઘરેટી ઊર્મિઓ આળોટતી;
કંઠમાં અટવાઇ રહેલો સાદ છે.
ચરણ ક્યાં પણ ચાલવા ચાહે નહીં;
કર પરસપરમાં થયેલો વાદ છે.
અશ્વ બેકાબુ સમી છે ઇન્દ્રીઓ;
કે નઠારા બાપની ઓલાદ છે.
યંત્ર બગડેલા સમા આ દેહમાં;
પણ “ધુફારી“નું હ્રદય આબાદ છે.
૨૫/૦૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply