“પાંગરેલા પુષ્પ“
પાંગરેલા પુષ્પ તો પરમાટથી પરખાય છે;
પ્રેમીઓના દિલ સદા મલકાટથી હરખાય છે.
ના કશું પણ હું કહું કે તું કહે એવું નથી;
આંખડીઓ ચાર થાતાં પણ કદી શરમાય છે.
એક સિક્કાની જ બાજુ પ્રેમ ને નફરત રહી;
ઝેર કેર પારખા કરતાં બધા ખચકાય છે.
જિન્દગીમાં સાથ સૌને મન મુજબ મળતો નથી;
હમસફરને પામવા હર માનવી લલચાય છે.
છે જવાની ચાર દિન પણ ના સમજ માણી નહીં;
પાનખર જોયા પછી એ દિલભરી પસ્તાય છે.
આ “ધુફારી” જિન્દગીની મોજ માણે પણ છતાં;
જિન્દગી ધિક્કારનારા એહને ભટકાય છે,
૦૨/૦૯/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply