“ના ચાલશે“
આવવાનું ના કહો તો ચાલશે;
હા કહી ના આવશો ના ચાલશે.
હા કહી તો વાટ પણ જોવી રહી;
સો બહાના તે પછી ના ચાલશે.
દિલ સવાલો પુછશે ને માંગશે;
તે જવાબો ના મળે ના ચાલશે.
મન મહીં મંથન બહુ ચાલ્યા પછી;
ના મળે નવનીત તો ના ચાલશે,
જો કદી આપો વચન તો પાળજો;
આ “ધુફારી” છેતરો ના ચાલશે.
૨૬/૦૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply