“દમ નથી“
તું મને ચાહતી નથી એ વાતમાં કંઇ દમ નથી;
મારી ગઝલ ગાતી નથી એ વાતમાં કંઇ દમ નથી.
શું કરૂં છું ક્યાં ફરૂં છું એ બધી રાખે ખબર;
મારી ફિકર થાતી નથી એ વાતમાં કંઇ દમ નથી.
પ્રેમ રસભર પણ નનામા પત્ર જે મળતા મને;
તું જ મોકલતી નથી એ વાતમાં કંઇ દમ નથી.
છે બહાના પણ ઘણા જે તું સતત શોધ્યા કરે;
મારી કસમ ખાતી નથી એ વાતમાં કંઇ દમ નથી.
આમ અણજાણી “ધુફારી“થી થશે તું ક્યાં સુધી?;
તું ખુદ કહે ચાહતી નથી એ વાતમાં કંઇ દમ નથી.
૨૬/૦૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply