“તું કાં ફરે?”
જિન્દગીની દેણગી તો ઇશને આધીન છે;
તે છતાં ઓ માનવી ફાંકો લઇ તું કાં ફરે?.
જિન્દગી શતરંજ છે પ્યાદા સિવા‘તું કંઇ નથી;
કાસ્ટની તલવાર માનવ હાથ લઇ તું કાં ફરે?.
આ જગતને ડારવાની આ મથામણ ફોક છે;
તે છતાં પણ આંખ રાતી ધૂમ લઇ તું કાં ફરે?.
શેર માથે તો સવાયા આમ તો મળતાં હશે;
ના કદી મળશે તને જક્કી થઇ તું કાં ફરે?.
એક કરના આંગળાઓ પાંચ તો સરખા નથી;
તું “ધુફારી” થઇ શકે એ હઠ લઇ તું કાં ફરે?.
૨૫/૦૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply