“કંઇ નથી“
ના હવે કહેવાય એવું કંઇ નથી;
દિલ થકી સહેવાય એવું કંઇ નથી.
મેં મનાવ્યું મન ઘણું માન્યું નહીં;
ને હવે બદલાય એવું કંઇ નથી.
કણ પડ્યા પણ વાટ જે જોતી રહી;
આંખ એ ઉભરાય એવું કંઇ નથી.
ના તરંગો છે કશા કે ના વલય;
શબ્દ ક્યાં પથરાય એવું કંઇ નથી.
ના ઉમંગો ના ઝણઝણાટી કે પ્રણય;
આ “ધુફારી” ગાય એવું કંઇ નથી.
૨૫/૦૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply