“આંખ ભીની“
મેં તને ચાહી હતી એ વાત જૂની થઇ ગઇ;
આજ તું સામે મળી તો આંખ ભીની થઇ ગઇ.
એ ગુલાબી ગાલપર જે મીઠડા ખંજન હતા;
કરચલી એમાં મળી તો આંખ ભીની થઇ ગઇ.
મેઘ જેવી ઝુલ્ફ તારી પવનથી રમતી હતી;
આજ રૂપેરી મળી તો આંખ ભીની થઇ ગઇ.
રૂપગર્વિતા અને મઘરૂર તારી એ છટા;
એ કમર વાંકી મળી તો આંખ ભીની થઇ ગઇ.
આ અચાનક અવદશા જાણી “ધુફારી“ના શક્યો;
પાનખર સમ તું મળી તો આંખ ભીની થઇ ગઇ.
૦૬/૦૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply