“અહીંથી જા હવે“
દિલ તણી દુશ્મન અહીંથી જા હવે;
પ્રેમના લાંછન અહીંથી જા હવે.
હોઠની લાલીની લાલચ ના રહી;
હોઠ મચકોડી અહીંથી જા હવે.
નયનના નખરાથી નાચ્યો છું ઘણું;
આંખ ઝીણી કર અહીંથી જા હવે.
કેશની મખમલનો કેદી હું હતો;
છું હવે આઝાદ અહીંથી જા હવે.
ખેલના પાસા બધા ખોટા પડ્યા;
બસ લઇ ચોપાટ અહીંથી જા હવે.
આ “ધુફારી” મીણથી પથ્થર થયો;
શોધવા કો અન્ય અહીંથી જા હવે.
૧૫/૦૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply