“તો શું કરૂં?”

તો શું કરૂં?”

 

હું તને શોધું અને તું ના મળે તો શું કરૂં?;

શોધતાં તારા સઘડ જો ના મળે તો શું કરૂં?.

 

આંખડી ચોપાસ તુજને શોધવા ફરતી સતત;

ક્યાંય પણ અણસાર તારો ના મળે તો શું કરૂં?.

 

ઉરમહીં તારી છબી છે આમ તો જળવાયેલી;

હું કહું પણ કાંઇ સમજણ ના પડે તો શું કરૂં?.

 

છે ભરોસો શોધ મારી એક દીથાસે સફળ;

પ્રેમ નફરત કંઇ મળે કે ના મળે તો શું કરૂં?.

 

છેધુફારીભાગ્યશાળી પ્રેમ કેરા દાવમાં;

તેં ચહેલું હાથ તારે ના પડે તો શું કરૂં?.

 

૩૦/૦૯/૧૯૯૬

“પાંગરેલા પુષ્પ”

પાંગરેલા પુષ્પ

 

પાંગરેલા પુષ્પ તો પરમાટથી પરખાય છે;

પ્રેમીઓના દિલ સદા મલકાટથી હરખાય છે.

 

ના કશું પણ હું કહું કે તું કહે એવું નથી;

આંખડીઓ ચાર થાતાં પણ કદી શરમાય છે.

 

એક સિક્કાની બાજુ પ્રેમ ને નફરત રહી;

ઝેર કેર પારખા કરતાં બધા ખચકાય છે.

 

જિન્દગીમાં સાથ સૌને મન મુજબ મળતો નથી;

હમસફરને પામવા હર માનવી લલચાય છે.

 

છે જવાની ચાર દિન પણ ના સમજ માણી નહીં;

પાનખર જોયા પછી દિલભરી પસ્તાય છે.

 

ધુફારીજિન્દગીની મોજ માણે પણ છતાં;

જિન્દગી ધિક્કારનારા એહને ભટકાય છે,

 

૦૨/૦૯/૧૯૯૬

“આકાશમાં”

આકાશમાં

 

પ્રેમ તારો જો મળે તો ઉડવું આકાશમાં;

ને પડું તો જીલજે તું મોહ કેરા પાસમાં.

 

ચાલતી ઘટમાળમાંથી બે ઘડી પણ જો મળે;

ઝંખના છે છુટ્વાની જિન્દગીના ત્રાસમાં.

 

આયખાના દિવસો તો ધૂપ અંધારે ગયા;

પળ મળે બે પળ મળે તો જીવવું અજવાસમાં.

 

આમ જે કાલે હતાં તે ખાસ થઇને ક્યાં ગયા?;

જો મળે એકાંત તો લઇ પુછજો વિશ્વાસમાં.

 

બહુ થયું બાકી હવે તો ધુફારીશું કહે;

આયખું બાકી ગુજારૂં પ્રેમ કેરા પ્રાસમાં.

 

૦૭/૦૮/૧૯૯૬

“તારી રમત”

તારી રમત

 

મોત હું જાણૂં બધી તારી રમત;

જિન્દગીની છુટતી ના કોથી મમત.

 

આંગળી તારી સહીને ચાલતું;

જોઉ છું ચાલ્યુ જતું આખું જગત્.

 

સેવકો નેતા પ્રપંચી તેં ઘડ્યા;

ભીન્ન તેં પેદા કરેલા છે ભગત્.

 

કાળની કાતી લટકતી સર્વદા;

ભય તણાં ઓથારની લાંબી વિગત.

 

કો કબુતર સમ ભલે ફડફડે;

જિન્દગી સાટે સતત લડ્તો લડત.

 

ધુફારીતો નથી કો મોહવસ;

માંગજે મરજી પડે તારી ચડત.

 

૧૨/૦૨/૧૯૯૬

“આંખ ભીની”

આંખ ભીની

 

મેં તને ચાહી હતી વાત જૂની થઇ ગઇ;

આજ તું સામે મળી તો આંખ ભીની થઇ ગઇ.

 

ગુલાબી  ગાલપર જે મીઠડા ખંજન હતા;

કરચલી એમાં મળી તો આંખ ભીની થઇ ગઇ.

 

મેઘ જેવી ઝુલ્ફ તારી પવનથી રમતી હતી;

આજ રૂપેરી મળી તો આંખ ભીની થઇ ગઇ.

 

રૂપગર્વિતા અને મઘરૂર તારી છટા;

કમર વાંકી મળી તો આંખ ભીની થઇ ગઇ.

 

અચાનક અવદશા જાણીધુફારીના શક્યો;

પાનખર સમ તું મળી તો આંખ ભીની થઇ ગઇ.

 

૦૬/૦૨/૧૯૯૬

“દમ નથી”

દમ નથી

 

તું મને ચાહતી નથી વાતમાં કંઇ દમ નથી;

મારી ગઝલ ગાતી નથી વાતમાં કંઇ દમ નથી.

 

શું કરૂં છું ક્યાં ફરૂં છું બધી રાખે ખબર;

મારી ફિકર થાતી નથી વાતમાં કંઇ દમ નથી.

 

પ્રેમ રસભર પણ નનામા પત્ર જે મળતા મને;

તું મોકલતી નથી વાતમાં કંઇ દમ નથી.

 

છે બહાના પણ ઘણા જે તું સતત શોધ્યા કરે;

મારી કસમ ખાતી નથી વાતમાં કંઇ દમ નથી.

 

આમ અણજાણીધુફારીથી થશે તું ક્યાં સુધી?;

તું ખુદ કહે ચાહતી નથી વાતમાં કંઇ દમ નથી.

 

૨૬/૦૧/૧૯૯૬

“ના ચાલશે”

ના ચાલશે

 

આવવાનું ના કહો તો ચાલશે;

હા કહી ના આવશો ના ચાલશે.

 

હા કહી તો વાટ પણ જોવી રહી;

સો બહાના તે પછી ના ચાલશે.

 

દિલ સવાલો પુછશે ને માંગશે;

તે જવાબો ના મળે ના ચાલશે.

 

મન મહીં મંથન બહુ ચાલ્યા પછી;

ના મળે નવનીત તો ના ચાલશે,

 

જો કદી આપો વચન તો પાળજો;

ધુફારીછેતરો ના ચાલશે.

 

૨૬/૦૧/૧૯૯૬

“સોગાદ”

સોગાદ

 

જિન્દગી મારી મને સોગાદ છે;

ઇશની રચના ને દેવો દાદ છે.

 

મન મરેલી લાગણી ઢંઢોળતો;

આંખની કીકી મહીં ફરિયાદ છે.

 

ઊંઘરેટી ઊર્મિઓ આળોટતી;

કંઠમાં અટવાઇ રહેલો સાદ છે.

 

ચરણ ક્યાં પણ ચાલવા ચાહે નહીં;

કર પરસપરમાં થયેલો વાદ છે.

 

અશ્વ બેકાબુ સમી છે ઇન્દ્રીઓ;

કે નઠારા બાપની ઓલાદ છે.

 

યંત્ર બગડેલા સમા દેહમાં;

પણધુફારીનું હ્રદય આબાદ છે.

 

૨૫/૦૧/૧૯૯૬

“કંઇ નથી”

કંઇ નથી

 

ના હવે કહેવાય એવું કંઇ નથી;

દિલ થકી સહેવાય એવું કંઇ નથી.

 

મેં મનાવ્યું મન ઘણું માન્યું નહીં;

ને હવે બદલાય એવું કંઇ નથી.

 

કણ પડ્યા પણ વાટ જે જોતી રહી;

આંખ ઉભરાય એવું કંઇ નથી.

 

ના તરંગો છે કશા કે ના વલય;

શબ્દ ક્યાં પથરાય એવું કંઇ નથી.

 

ના ઉમંગો ના ઝણઝણાટી કે પ્રણય;

ધુફારીગાય એવું કંઇ નથી.

 

૨૫/૦૧/૧૯૯૬

“તું કાં ફરે?”

તું કાં ફરે?”


 


જિન્દગીની દેણગી તો ઇશને આધીન છે;


તે છતાં માનવી ફાંકો લઇ તું કાં ફરે?.


 


જિન્દગી શતરંજ છે પ્યાદા સિવાતું કંઇ નથી;


કાસ્ટની તલવાર માનવ હાથ લઇ તું કાં ફરે?.


 


જગતને ડારવાની મથામણ ફોક છે;


તે છતાં પણ આંખ રાતી ધૂમ લઇ તું કાં ફરે?.


 


શેર માથે તો સવાયા આમ તો મળતાં હશે;


ના કદી મળશે તને જક્કી થઇ તું કાં ફરે?.


 


એક કરના આંગળાઓ પાંચ તો સરખા નથી;


તુંધુફારીથઇ શકે હઠ લઇ તું કાં ફરે?.


 


૨૫/૦૧/૧૯૯૬