“હું સાંભળું“
ચાલ આજે તું કહે હું સાંભળું;
દિલ તણી વાતો કહે હું સાંભળું.
ચાંદની આ રાત છે શીતળ ઘણી;
શ્વાસ તારા શું કહે હું સાંભળું.
શાંત છે સાગર અને સુનકાર પણ;
પ્રીત પડઘાતી રહે હું સાંભળું.
રક્તનો સંચાર વધશે સ્પર્શથી;
ઘુઘવાટમાં એ શું કહે હું સાંભળું.
લે “ધુફારી“ને હવે આશ્લેષમાં;
તું જ મારો છે કહે હું સાંભળું.
૨૭/૦૬/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply