“લટકી જશે“
રક્ત કેરો વેગ જો અટકી જશે;
દિલ તણો આ કાંચ પણ બટકી જશે.
ચોતરફ જઇ શુન્યતાને તાકતી;
આંખ કેરી કીકીઓ અટકી જશે.
મોતને આયુધ મળશે એ થકી;
જિન્દગી આ હાથથી છટકી જશે.
જો સમયસર બંધ એ ખુલશે નહીં;
ના ઇલાજી આજીવન ખટકી જશે.
ઊર્મિઓના થાંભલે ઊભો મહેલ;
તો “ધુફારી” શું કરે લટકી જશે.
૧૭/૧૧/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply