“લટકી ગયો“
જોઇ ધરતી આભથી છટકી ગયો;
પણ ખજુરી ઝાડમાં અટકી ગયો.
વાત આવી સાંભળી‘તી મેં બહુ;
એ મને લાગુ થતાં ખટકી ગયો.
મેં ગણી માશુક જેને પ્રેમથી;
બેવફાઇ જોઇ હું ફટકી ગયો.
યાદના કાંટે ફસાવી એ ગઇ;
દિલ હતું નાજુક જે બટકી ગયો.
મેં “ધુફારી” વાત કો‘માની નહીં;
મોહ કેરી જાળમાં લટકી ગયો.
૦૧/૦૭/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply