“મોહાઇ ગઇ“
આરસીમાં જોઇને મોહાઇ ગઇ;
ખુદ તને તું જોઇને મોહાઇ ગઇ.
મેશ તું આંજી રહી‘તી આંખમાં;
આંખ તારી રોઇ ને મોહાઇ ગઇ.
રસભરેલા હોઠ પર લાલી રચી;
આયને ખુદ ખોઇને મોહાઇ ગઇ.
પ્રેમ પોતાથી જ જેને થઇ ગયો;
પણ “ધુફારી” જોઇને મોહાઇ ગઇ.
૦૪/૦૬/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply