“ના આપજો“
દિલ કદી સોગાદમાં ના આપજો;
પ્રેમના ઉન્માદમાં ના આપજો.
હરઘડી ને હરપળે ચાહ્યા છતાં;
બેવફાને યાદમાં ના આપજો.
છે ઘણો અસબાબ એના ઘર મહીં;
રહી જશે એકાદમાં ના આપજો.
એમને મન દિલ તણી કિંમત નથી;
કચડવાને પાદમાં ના આપજો.
આ “ધુફારી“નું કહ્યું માનો જરા;
ના ફસી વિખવાદમાં ના આપજો.
૨૭/૦૬/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply