“દિલબર હશે“
જેટલું ને જે હશે બહેતર હશે;
જિન્દગાની જીવવા બહેતર હશે.
બંગલા આવાસની વાતો નથી;
સાવ નાનું પણ રૂપાળું ઘર હશે.
પાંચ પકવાનો તણી થાળી નથી;
દાળ રોટી જે હશે રસભર હશે.
ના તળાઇ રેશમી મખમલ તણી;
ઊંઘવા આરામનું બિસ્તર હશે;
આ “ધુફારી” આમ તો કડકો નથી;
પણ કરે મંજુર એ દિલબર હશે.
૦૧/૦૭/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply