“ઉર મહીં“
એક ખૂણો આપ તારા ઉર મહીં;
હું કરૂં વસવાટ તારા ઉર મહીં.
સ્પંદનો ને યાદના આધારથી;
હું ઘડુ કો‘ઘાટ તારા ઉર મહીં.
બંધ રાખીશ બારીઓ ને બારણાં;
ના કશો ધોંઘાટ તારા ઉર મહીં.
આ “ધુફારી” ના ચહે એવું કદી;
હો તને કચવાટ તારા ઉર મહીં.
૧૨/૦૭/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply