“ખોટી તદન“
ત્રાજવે ત્રોફાયેલું તારૂં બદન;
આંખમાં અટવાયેલું તારૂં વદન.
કેશરાશી ખોલશોમાં ના કદી;
ચાલ મીઠી ચાલનારૂં છું મદન.
આમ તો સુનકાર છે થીજી બધે;
તુજ થકી ધબકી જશે મારૂં સદન.
આ “ધુફારી” પ્રેમની ચર્ચા થશે;
વાત એ સાચી કે ખોટી છે તદન.
૧૭/૧૧/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply