“ખાસ છે“
પ્રેમ તારો છે અટલ વિશ્વાસ છે;
એ જ મારી જિન્દગીનો શ્વાસ છે.
આવતી જાતી બધી એ લાગણી;
એ જ તારા પ્રેમનો અહેસાસ છે.
છે શશીની ચાંદની ને સૂર્ય પણ;
પ્રેમ કેરા દીપનો અજવાસ છે.
મુજ અણું વિખરાઇ જાતા રોકવા;
પ્રેમ કેરા બંધનોનો પાશ છે.
આ હયાતી ના કદી નિશ્વાસસે;
એટલી આ ઉર મહીંની આશ છે.
ભાગ્યશાળી પ્રેમના પાત્રો હશે;
આ “ધુફારી” એ બધામાં ખાસ છે.
૧૭/૧૧/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply