“ક્યાં સુધી?”
યાદમાં જીવાય તો પણ ક્યાં સુધી?;
હોઠજો સિવાય તો પણ ક્યાં સુધી?.
દિલ બની બાગી મને કહે છે સતત;
કેદમાં રહેવાય તો પણ ક્યાં સુધી?.
જિન્દગી આ તો હળાહળ થઇ ગઇ;
ઝેર કો‘પિવાય તો પણ ક્યાં સુધી?.
પ્રેમ સરવાણી કદી ફૂટી નહીં;
પ્યાસમાં રહેવાય તો પણ ક્યાં સુધી?.
આયખું માગ્યું “ધુફારી” ખોબલો;
એ હવે જીવાય તો પણ ક્યાં સુધી?.
૨૭/૦૬/૧૯૯૫
યાદમાં જીવાય તો પણ ક્યાં સુધી?;
હોઠજો સિવાય તો પણ ક્યાં સુધી?.
દિલ બની બાગી મને કહે છે સતત;
કેદમાં રહેવાય તો પણ ક્યાં સુધી?.
જિન્દગી આ તો હળાહળ થઇ ગઇ;
ઝેર કો‘પિવાય તો પણ ક્યાં સુધી?.
પ્રેમ સરવાણી કદી ફૂટી નહીં;
પ્યાસમાં રહેવાય તો પણ ક્યાં સુધી?.
આયખું માગ્યું “ધુફારી” ખોબલો;
એ હવે જીવાય તો પણ ક્યાં સુધી?.
૨૭/૦૬/૧૯૯૫
Filed under: Poem |
Leave a Reply