“આકાશમાં”

આકાશમાં

 

કેમ એલા મેઘ તું થંભી ગયો આકાશમાં;

ને વળી વરસાદ ગોરંભી ગયો આકાશમાં.

 

તેં પવનનો સાથ છોડ્યો કે તજી દીધો તને;

કે પછી આવવાનું કહી ગયો આકાશમાં.

 

પ્યાસ ચાતકની બની છે તિવ્રતર જોઇ તને;

મોર ભુલી નાચને જોતો થયો આકાશમાં.

 

જો જગતનો તાત પણ જોઇ રહ્યો છે ક્યારથી;

ધરા લીલી થવા જોતો રહ્યો આકાશમાં.

 

નાવ કાગળનીધુફારીબાળપણ તાજું કરે;

જો તરે મસ્તાન થઇ પહોંચી ગયો આકાશમાં.

 

૩૦/૦૭/૧૯૯૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: