“ઓ મનડા”

મનડા

(રાગઃ કનૈયા તોરે મંદિરોમેં દીપ જલે…)

 

મનડા મારા શાને તું પ્રીત કરે… …()

શાને તું પ્રીત કરે… … … … … મનડા

 

પ્રીત છે ચંચળ પારદ જેવી… … ..()

જાણ્યા છતાં તું ગળે… … … … મનડા

 

પ્રીત સળગતો આગનો દરિયો… .()

જાણ્યા છતાં તું બળે… … … … મનડા

 

પ્રીત જીત્યું જંગથી કોઇ… … ..()

જાણ્યા છતાં તું લડે… … … … મનડા

 

પ્રીતધુફારીમાંગી મળતી…()

જાણ્યા છતાં તું મરે… … … … મનડા

 

૧૦/૦૧/૧૯૯૬

“ફૂમકા”(કચ્છી)

ફૂમકા“(કચ્છી)

(રાગઃ ગીરા હૈ કિસીકા ઝૂમકા… …)

 

ચોટલે લમેમેં ફૂમકા,

રતા પીળા શોભે વઠા રેશમી()… …ચોટલે

 

શેરી મંજા રોજ વંઞે છોકરી રૂપાડી.

કડે પેરે પંજાબી ને કડે પેરે સાડી()

કનેમેં મોતીજા જુમકા.

રતા પીળા શોભે વઠા રેશમી()… …ચોટલે

 

ટ્કો કઢે કજર વજે અખ અણિયાણી,

હેલારો મથેતે ખણી રોજ ભરે પાણી()

જેરજા વજેતા ઠુમકા,

રતા પીળા શોભે વઠા રેશમી()… …ચોટલે

 

ત્રસંજાજો ટાણો વો નેપરભુમલઇ સામી.

નેણ મલી રયાણ ક્યોં ને હીયેં ભર્યો હામી()

એંધાણી મેં ડને ફૂમકા,

રતા પીળા શોભે વઠા રેશમી()… …ચોટલે

 

૨૨/૧૧/૧૯૯૫

“વાત કર”

વાત કર

 

લાગણીના ફૂલ કેરી વાત કર;

દિલ બને મશગુલ કેરી વાત કર.

 

રોમે રોમે જે હશે વ્યાપ્યું ભલે;

દેહ નાજુક સ્થુલ કેરી વાત કર.

 

જોઇ છે સંધ્યા ઘણી મેં દિલભરી;

ઉડ્તી ગોધૂલ કેરી વાત કર.

 

પ્રેમ કેર તારના સંધાન પર;

ગીત કોમંજુલ કેરી વાત કર.

 

જિન્દગીની ચાલથી વાકેફ છું;

ફર્ક કોઆમૂલ કેરી વાત કર.

 

ધુફારીસાંભળે નાસૂર*તું

કોઇ મીઠી ભૂલ કેરી વાત કર.

 

૧૮/૧૧/૧૯૯૫

“ખોટી તદન”

ખોટી તદન

 

ત્રાજવે ત્રોફાયેલું તારૂં બદન;

આંખમાં અટવાયેલું તારૂં વદન.

 

કેશરાશી ખોલશોમાં ના કદી;

ચાલ મીઠી ચાલનારૂં છું મદન.

 

આમ તો સુનકાર છે થીજી બધે;

તુજ થકી ધબકી જશે મારૂં સદન.

 

ધુફારીપ્રેમની ચર્ચા થશે;

વાત સાચી કે ખોટી છે તદન.

 

૧૭/૧૧/૧૯૯૫

“ખાસ છે”

ખાસ છે

 

પ્રેમ તારો છે અટલ વિશ્વાસ છે; 

મારી જિન્દગીનો શ્વાસ છે.

 

આવતી જાતી બધી લાગણી;

તારા પ્રેમનો અહેસાસ છે.

 

છે શશીની ચાંદની ને સૂર્ય પણ;

પ્રેમ કેરા દીપનો અજવાસ છે.

 

મુજ અણું વિખરાઇ જાતા રોકવા;

પ્રેમ કેરા બંધનોનો પાશ છે.

 

હયાતી ના કદી નિશ્વાસસે;

એટલી ઉર મહીંની આશ છે.

 

ભાગ્યશાળી પ્રેમના પાત્રો હશે;

ધુફારી બધામાં ખાસ છે.

 

૧૭/૧૧/૧૯૯૫

“દક્ષ છું”

દક્ષ છું

 

ફૂલ જ્યાં ખિલ્યા નથી વૃક્ષ છું;

ચાંદ ની વધઘટ નથી પક્ષ છું.

 

પામવું છે કેટલું ને ક્યાં સુધી?;

થકી અજ્ઞાત એવું લક્ષ છું.

 

ના રહે જ્યાં દેવ દાનવ માનવી;

એટલો બિહામણો હું કક્ષ છું.

 

કો વિજોગણ મોકલે સંદેશ ના;

એટલો અળખામણો હું યક્ષ છું.

 

પણધુફારીસૌ કસોટી જીલવા;

હું બધી બાજુ જુઓ તો દક્ષ છું.

 

૧૭/૧૧/૧૯૯૫

“લટકી જશે”

લટકી જશે

 

રક્ત કેરો વેગ જો અટકી જશે;

દિલ તણો કાંચ પણ બટકી જશે.

 

ચોતરફ જઇ શુન્યતાને તાકતી;

આંખ કેરી કીકીઓ અટકી જશે.

 

મોતને આયુધ મળશે થકી;

જિન્દગી હાથથી છટકી જશે.

 

જો સમયસર બંધ ખુલશે નહીં;

ના ઇલાજી આજીવન ખટકી જશે.

 

ઊર્મિઓના થાંભલે ઊભો મહેલ;

તોધુફારીશું કરે લટકી જશે.

 

૧૭/૧૧/૧૯૯૫

“તારા ઉર મહીં”

ઉર મહીં

 

એક ખૂણો આપ તારા ઉર મહીં;

હું કરૂં વસવાટ તારા ઉર મહીં.

 

સ્પંદનો ને યાદના આધારથી;

હું ઘડુ કોઘાટ તારા ઉર મહીં.

 

બંધ રાખીશ બારીઓ ને  બારણાં;

ના કશો ધોંઘાટ તારા ઉર મહીં.

 

ધુફારીના ચહે એવું કદી;

હો તને કચવાટ તારા ઉર મહીં.

 

૧૨/૦૭/૧૯૯૫

“આજ તો”

આજ તો

 

કેમ છલકે જામ શાકી આજ તો;

હોઠ મલકે આમ શાકી આજ તો.

 

છે અજબ માહોલ આજે મયકદા;

હૂરનો પૈગામ શાકી આજ તો.

 

રોજ જેવી આજ પણ રોશન શમા;

શું થશે અંજામ શાકી આજ તો.

 

છેધુફારીપ્રેમમાં મયકશ નથી;

બસ જીગરને થામ શાકી આજ તો.

 

૧૧/૦૭/૧૯૯૫

“મોહાઇ ગઇ”

મોહાઇ ગઇ

 

આરસીમાં જોઇને મોહાઇ ગઇ;

ખુદ તને તું જોઇને મોહાઇ ગઇ.

 

મેશ તું આંજી રહીતી આંખમાં;

આંખ તારી રોઇ ને મોહાઇ ગઇ.

 

રસભરેલા હોઠ પર લાલી રચી;

આયને ખુદ ખોઇને મોહાઇ ગઇ.

 

પ્રેમ પોતાથી જેને થઇ ગયો;

પણધુફારીજોઇને મોહાઇ ગઇ.

 

૦૪/૦૬/૧૯૯૫