“કારણ વગર”

કારણ વગર

 

વાતમાંથી વાત લાંબી થઇ ગઇ કારણ વગર;

ને છતાં પણ અધુરી રહી ગઇ  કારણ વગર.

 

આમ જોવા જાવ તો ના સ્નાન કે સુતક હતું;

ને છતાં પણ ભાર દિલ પર દઇ ગઇ કારણ વગર.

 

ના મળ્યાતા ના લડ્યાતા રૂબરૂમાં કોઇ દી‘;

ને છતાં પણ દુશ્મનાવટ થઇ ગઇ કારણ વગર.

 

સ્નેહ કેરો તાંતણો તો ખેંચતા તૂટી ગયો;

સાંધતા ગાંઠ વચ્ચે રહી ગઇ કારણ વગર.

 

બે કદમ ચાલ્યો સહજમાં એમની મંજીલ તરફ;

રાહમાં તો રાત કાળી થઇ ગઇ કારણ વગર.

 

કલ્પના પણ ના હતી ને ઝંખના પણ ના હતી;

ચોરવીને દિલધુફારીલઇ ગઇ કારણ વગર.

 

૧૨/૦૨/૧૯૯૫       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: