“મને લાગ્યા કરે”

મને લાગ્યા કરે

 

હું દેખાઉ છું તે હ્ ું નથી,એવું મને લાગ્યા કરે;

હું કોણ છું?કોને ખબર?,પુછી નયન જાગ્યા કરે.

 

પાંખવાળો અશ્વ ચંચળ,કલ્પના તોખારના;

પડઘાઇને ફરતા સતત, ડાબલા વાગ્યા કરે.

 

અરમાનના ઊંચા મિનારા,આભને આંબી રહ્યા;

એક પળ ચણતી રહે,બીજી પળ ભાંગ્યા કરે.

 

દર્દકેરા જખ્મથી, જિન્દગી ખરડાઇ ગઇ;

નાઇ નફરતનો તપેલી,કોસથી દાગ્યા કરે.

 

ભ્રમાણકક્ષા ભય તણી,આકાશ ગંગાથી અધિક;

ભ્રાંતી કેરા વલયમાં,મન સતત ભાગ્યા કરે.

 

કોઇ ઊભું ઉંબરે,મારો પરિચય આપવા;

શંકાકુશંકાના ટકોરા,બારણે વાગ્યા કરે.

 

છે સમયની વાવ અંધારી,અને તળિયું નથી;

ઊંડાણમાં ધસતોધુફારી“,શું મદદ માગ્યા કરે.

 

૨૫/૦૮/૧૯૯૩

(પ્રયત્ન ઓગષ્ટ૯૩માં પ્રકાશિત)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: