“કોણે કહ્યું?“
પ્રેમમાં પડજે તને કોણે કહ્યું?
ખાઇમાં પડજે તને કોણે કહ્યું?
છે લલાટે લેખના નિર્માણ આ;
ને છતાં રડજે તને કોણે કહ્યું?
દર્દના દરિયા મહીં ડૂબ્યા પછી;
આમ તરફડજે તને કોણે કહ્યું?
ખેલ છે ખાંડા તણા જાણ્યા પછી;
ધાર પર ચડ્જે તને કોણે કહ્યું?
ના કદી મૃગજળ ભરાયા પાત્રમાં;
આમ ટળવળજે તને કોણે કહ્યું?
ઝેર તો જાણી “ધુફારી” ના પીએ;
ફાંસીએ ચડજે તને કોણે કહ્યું?
૨૫/૦૯/૧૯૯૪
Filed under: Poem |
વાહ. ખૂબ સુંદર ગઝલ.
હીના બેન,
મને લાગે છે કે,તમે મારો બ્લોગ પુરો વાંચ્યો નથી એમાં “કોણે કહ્યું?”જેવી અન્ય બીજી ઘણી કૃતિઓ
વાંચવા મળશે અને આતો આરંભનો કાળ છે આગળ જ્તાં વધારે રસદાયક રચાનાઓ કદાચ મળી જાય પણ બેન તમારે તે માટે મારા બ્લોગની વિઝિટે અવાર નવાર આવવું પડશે આવશો ને?
અસ્તુ,
-પ્રભુલાલ “ધુફારી”