“સંગ આપુ”

સંગ આપુ

 

મોરલાની પાંખ જેવો રંગ આપુ,

ઉર મહીં ઉભરાય તે ઉમંગ આપુ.

સુર સરોવર વલયના તરંગ આપુ,

મન મહીંના મોતીઓનો નંગ આપુ.

પ્રેમથી પસવારતા વિહંગ આપુ,

હ્રદય કેરા તારની એક ચંગ આપુ.

જો કહો તો મૌનને સુરંગ આપુ,

ચાલોધુફારીસાથ તો એક સંગ આપુ.

 

૧૨/૦૮/૧૯૯૩