“લસરી જો“
ઓ વર્ષાની બુંદ જરા તું લસરીજો,લસરી જો હું આજ કહું ત્યાં લસરી જો;
લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …
મેઘ તણી ઘનઘોર ઘટાથી લસરી તું,કામીનીના કેશ મહીંથી લસરી જો;
લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …
ગુલાબ કેરી પાંખડીઓથી લસરી તું,અલ્લડ કેરા હોઠ ઉપરથી લસરી જો;
લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …
કૌમુદીની કળીઓ પરથી લસરી તું,કોમળ કર આંગળીઓથી લસરી જો;
લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …
તાજમહેલના આરસપરથી લસરી તું,અભિસારીકાઆ અંગ અંગથી લસરી જો;
લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … … ..
૧૬/૦૬/૧૯૯૧
Filed under: Poem |
Leave a Reply