“માપદંડ“
દરેક માનવીને એક માપદંડ છેઃ
સાચા તો શોધવા પડે બાકી વિતંડ છે.
વિતંડવાદી છે છતાં એનૉ ઘમંડ છે;
પોતાના માપદંડમાં શ્રધ્ધા અખંડ છે.
ધરાને ગોળ ના કહે એ તો ચોખંડ છે;
પૃથ્વી છે એક બંગલો ને ચાંદ ખંડ છે.
આવી બધી દલીલનો જથ્થો પ્રચંડ છે;
માનો “ધુફારી“કહે આ તો ભાગ્યદંડ છે.
૨૫/૦૬/૧૯૯૧
Filed under: Poem |
Leave a Reply