“ફાગણ આયો“
(રાગઃ રાધિકે તુને બંસરી ચુરાઇ…..)
સખીરી જોને ફાગણિયો આયો,
ફાગણ આયો રંગ રેલાયો(૨)
સમીર સુકોમળ વાયો વાયો રે… …..સખીરી
આંબલિયા પર મંજરી ડોલે,
શબ્દ મધુરા કોકિલ બોલે(૨)
મધુકર મનમાં મોહાયો મોહાયો રે. …સખીરી
કેસુડાના રંગો ચોરી,
કેશર ભીની થઇ હું ગોરી(૨)
યૌવનરસ છલકાયો છલકાયો રે.. ….સખીરી
રંગ નીતરતું પાલવ ચોલી,
સાજન સંગે રમતાં હોલી(૨)
સાજન રંગ સોહાયો સોહાયો રે… … ..સખીરી
૧૭/૦૩/૧૯૯૧
(પ્રયત્ન એપ્રિલ‘૯૧માં પ્રકાશિત)
Filed under: Poem |
Leave a Reply