“છગલાની છોરી”

છગલાની છોરી

 

ઘઉં કેરા દાણા સમી ઘઉંવર્ણી ગોરી તું,

અલ્લડ ઉછાંછડી છગલાની છોરી તું;

જાર જેવા દુધિયા દાંત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત… … …

જીવલાના ઝાડેથી જમરૂખ ઉતારશું,

પાકા પાકા પાણે પાણે આંટીને પાડશું;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

મને ગમે બોરડી ને તને ગમે આંબલી,

બોરા ને કાતરાની વીણી ભરી છાબડી;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

સોમલાના શેઢે ચડી શેરડીઓ વાઢસું,

દેવલાના દાંતરડે કટકાઓ કાઢશું;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

તું મને બોલાવે પણ હું કેમ આવું,

પ્રભુકાકા પગલાં ગણે કેમ આવું;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

 

૦૬/૦૮/૧૯૯૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: