“કંઇ નથી“
(રાગઃ જિન્દગી ખ્વાબ હૈ… … …)
હું તને ચાહું છું ઉર મહીં છે બધુ,
આંખમાં કંઇ નથી કંઇ નથી.
કોઇને હું ચાહું છું,કેટલું ને ક્યારથી(૨)
કોણ છે ને…ક્યાં રહે છે કોઇ પૂછે શું કહું?
હું તને ચાહું છું… … … … ..
આ જગતમાં હું ફર્યો કેટલા શહેરો નગર(૨)
શોધ તારી મેં કરી કો નામ સરનામા વગર્,
હું તને ચાહું છું… … … … ..
એક ઉપવનમાં તને જોઇતી બહુ દૂરથી(૨)
આંખથી અંતર મળ્યા ને એ કહે કે તું હતી,
હું તને ચાહું છું… … … … ..
(પ્રયત્ન દિપોત્સવી‘૯૨માં પ્રકાશિત)
Filed under: Poem |
Leave a Reply