“અંબે માડી“
(રાગઃ ગરબી)
રૂમઝુમ રૂમઝુમ ચાલે,હો અંબે માડી,
રૂમઝુમ રૂમઝુમ ચાલે… … … …
શરદ સોહામણીની નવલી નવરાત છે(૨),
ભોળ ભવાની અને(૨)બહુચરનો સાથ છે,
ઝનનનન…ઝન(૨)
ઝનક ઝનક ઝાંઝરીના તાલે …હો અંબે માડી
ચાચરના ચોક મહીં સરખી સાહેલીઓ(૨),
ગૌરી ગવરાવતાં(૨)ઝીલે અલબેલીઓ,
ધનનનન…ધન(૨)
ધીનક ધીનક નોબતના તાલે…હો અંબે માડી
મંદ મંદ મંદ મહાકાલી મલકાય છે(૨),
હિંગલાજ હીંચ લીએ(૨)હર્ષદ હરખાય છે,
છનનનન…છન(૨)
છનક છનક ઘુઘરીના તાલે….હો અંબે માડી
શારદની વિણા “પ્રભુ“નારદજી નાચતા(૨),
દેવ યક્ષ ગાંધર્વો(૨)આનંદમાં રાચતા,
ખનનનન…ખન(૨)
ખનક ખનક ખંજરીના તાલે….હો અંબે માડી
૧૬/૦૯/૧૯૯૧
Filed under: Poem |
Leave a Reply