“છગલાની છોરી”

છગલાની છોરી

 

ઘઉં કેરા દાણા સમી ઘઉંવર્ણી ગોરી તું,

અલ્લડ ઉછાંછડી છગલાની છોરી તું;

જાર જેવા દુધિયા દાંત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત… … …

જીવલાના ઝાડેથી જમરૂખ ઉતારશું,

પાકા પાકા પાણે પાણે આંટીને પાડશું;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

મને ગમે બોરડી ને તને ગમે આંબલી,

બોરા ને કાતરાની વીણી ભરી છાબડી;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

સોમલાના શેઢે ચડી શેરડીઓ વાઢસું,

દેવલાના દાંતરડે કટકાઓ કાઢશું;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

તું મને બોલાવે પણ હું કેમ આવું,

પ્રભુકાકા પગલાં ગણે કેમ આવું;

એક બે ત્રણ ચાર,પાંચ સાત,

ઓરી આવ કાનમાં કહેવી છે વાત. …

 

૦૬/૦૮/૧૯૯૩

“કંઇ નથી”

કંઇ નથી

(રાગઃ જિન્દગી ખ્વાબ હૈ… … …)

 

હું તને ચાહું છું ઉર મહીં છે બધુ,

આંખમાં કંઇ નથી કંઇ નથી.

કોઇને હું ચાહું છું,કેટલું ને ક્યારથી()

કોણ છે નેક્યાં રહે છે કોઇ પૂછે શું કહું?

હું તને ચાહું છું… … … … ..

જગતમાં હું ફર્યો કેટલા શહેરો નગર()

શોધ તારી મેં કરી કો નામ સરનામા વગર્,

હું તને ચાહું છું… … … … ..

એક ઉપવનમાં તને જોઇતી બહુ દૂરથી()

આંખથી અંતર મળ્યા ને કહે કે તું હતી,

હું તને ચાહું છું… … … … ..

 

(પ્રયત્ન દિપોત્સવી૯૨માં પ્રકાશિત)

“વ્યાખ્યા”

વ્યાખ્યા

 

સમય કેર વહેણમાં,સર્જન વિસર્જન સહેલ છે;

જૂની સદી હો કે નવી,વ્યાખ્યા પ્રણયની એજ છે.

એજ છે કાતિલ નજર,ઘાયલ હ્રદય પણ એજ છે;

પહેલી નજર થાતાં રહ્યાં,વ્યાખ્યા પ્રણયની એજ છે.

એજ છે કબિલા અલગ,ધર્મોના ચક્કર એજ છે,

ધનવાન નિર્ધનમાં થતાં,વ્યાખ્યા પ્રણયની એજ છે.

એજ છે સંતાતા મિલન,ભંજન હ્રદયના એજ છે;

અંજામ મીઠાં કે કટુ,વ્યાખ્યા પ્રણયની એજ છે.

એજ છે ઇન્કાર કે,એકરાર એના એજ છે;

ચાહે ચાહે કોઇ પણ,વ્યાખ્યા પ્રણયની એજ છે.

એજ છે અભિસારિકા,મદહોશ પ્રિતમ એજ છે;

બદલી શક્યું ના કોઇપણ,વ્યાખ્યા પ્રણયની એજ છે.

એજ નામી કે અનામી,પ્રણય ગાથા એજ છે;

પડતીધુફારીની નજર,વ્યાખ્યા પ્રણયની એજ છે.

 

૧૬/૦૯/૧૯૯૧

(પ્રયત્ન દીપોત્સવી૯૧ પ્રકાશિત)

“અંબે માડી”

અંબે માડી

(રાગઃ ગરબી)

 

રૂમઝુમ રૂમઝુમ ચાલે,હો અંબે માડી,

રૂમઝુમ રૂમઝુમ ચાલે… … … …

શરદ સોહામણીની નવલી નવરાત છે(),

ભોળ ભવાની અને()બહુચરનો સાથ છે,

ઝનનનનઝન()

ઝનક ઝનક ઝાંઝરીના તાલેહો અંબે માડી

ચાચરના ચોક મહીં સરખી સાહેલીઓ(),

ગૌરી ગવરાવતાં()ઝીલે અલબેલીઓ,

ધનનનનધન()

ધીનક ધીનક નોબતના તાલેહો અંબે માડી

મંદ મંદ મંદ મહાકાલી મલકાય છે(),

હિંગલાજ હીંચ લીએ()હર્ષદ હરખાય છે,

છનનનનછન()

છનક છનક ઘુઘરીના તાલે….હો અંબે માડી

શારદની વિણાપ્રભુનારદજી નાચતા(),

દેવ યક્ષ ગાંધર્વો()આનંદમાં રાચતા,

ખનનનનખન()

ખનક ખનક ખંજરીના તાલે….હો અંબે માડી

 

૧૬/૦૯/૧૯૯૧

“ધુફારી ચેં”(કચ્છી)

ધુફારી ચેં“(કચ્છી)

 

રીતભાત ગઇધર વડો ઘડાય જૂકો ભવીસ;

ધુફારીચેં નર થીંયે ભાકી મળે ખવીશ.

વંગી લઠ સીધી થીએ વારયો ઉંધો વંગ;

ધુફારીચેં ધૂળ પઇ બૂજે અતરો નંગ.

ફૂલીને થે ફાળકો ખરચે બૌ કલધાર;

ધનધુફારીનંઇ હલે માલકજે ધરબાર.

મંગો માલક વત મંગો વડો દાતાર;

ધુફારીમંગધે માડુઆ ક્યોં પરવશ લાંચાર.

ધુસમણ કેણા સેલ અઇ કોય ખપધી ચાલ;

ધુફારીચેં ચોજા વંઞી ગાલમેં નાય કીં માલ.

 

૧૬/૦૯/૧૯૯૧    

“લસરી જો”

લસરી જો

 

વર્ષાની બુંદ જરા તું લસરીજો,લસરી જો હું આજ કહું ત્યાં લસરી જો;

લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …

મેઘ તણી ઘનઘોર ઘટાથી લસરી તું,કામીનીના કેશ મહીંથી લસરી જો;

લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …

ગુલાબ કેરી પાંખડીઓથી લસરી તું,અલ્લડ કેરા હોઠ ઉપરથી લસરી જો;

લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …

કૌમુદીની કળીઓ પરથી લસરી તું,કોમળ કર આંગળીઓથી લસરી જો;

લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … …

તાજમહેલના આરસપરથી લસરી તું,અભિસારીકાઆ અંગ અંગથી લસરી જો;

લસરી ને તું કહેજે કે ક્યાં ધન્ય થઇ… … … … … … ..

 

૧૬/૦૬/૧૯૯૧

“નગ્ન આઝાદી”

નગ્ન આઝાદી

 

કરીને દેશના કટકા,થયા આઝાદ કહેવાતા;

વિદેશી બોલતા બોલી,સ્વદેશી જોઇ શરમાતા.

નથી સુભાષ કે શાસ્ત્રી,નથી સરદાર લોખંડી;

ઊભી વણઝાર આખીમાં,પ્રપંચી દુષ્ટ પાખંડી.

ભિમારી જે હતાં કાલે,જુઓ છે આજના નેતા;

રહે છે ઠાઠ રજવાડી,સ્વયંને સેવકો કહેતા.

કરી કાળા બજારો ને,નશીલા દ્રવ્ય વેંચીને;

પ્રજાને પાંગળી કીધી,ઝહેર નસ નસમાં સીંચીને.

છે કાયર એદીઓ અણઘડ્,બની બેઠા જુઓ રક્ષક;

છુપાવવા દોષ પોતાના,થયા નિર્દોતાના ભક્ષક.

પ્રજા કલ્યાણને કાજે,બનાવે મંડળો બહોળા;

કરે કલ્યાણ પોતાનું,પ્રજાને કાઢતા ડોળા.

કરેલા કામ બીજાના,સ્વયંના નામથી રાખે;

ગજવવા નામ છાપામાં,હવનમાં હાડકા નાખે.

કરી એરણ તણી ચોરી,સોઇનું દાન દેતાં;

લૂંટીને લાજ અબળઅની,મગરના આસુંએ રડતાં.

નથી રોજી નથી રોટી,નથી ઘર કોઇ રહેવાને; 

પ્રજાના રાજમાં જાવું,કહો ક્યાં વાત કહેવાને.

પ્રજાસત્તાકમાં દિઠી,”ધુફારી શી બરબાદી;

ફરે છે પ્રૌઢ ચુમાળીસ,વરસની નગ્ન આઝાદી.

 

૧૪/૦૫/૧૯૯૧

“ઝનક ઝનક”

ઝનક ઝનક

(રાગઃલપક ઝપક તું આરે બદરવા….)

 

ઝનક ઝનક ઝન બાજે ઝાંઝરીઆ()નાનો નટવર નાચે નટખટ()

મંદ મંદ મુશકાય સાંવરીઆ… … … … … … …ઝનક

મધુર મધુર સુર બંસી બોલે()અંગ અંગ પુલકિત થઇ ડોલે;

મોહ પાસમાં બાંધી અમને()જમનાતટ લઇ જાતો સાંવરીઆ.. …ઝનક

ઘર ઘરથી ગોવાલણ દોડે()પનઘટથી પનીહારી દોડે;

મથુરાં કેરા મારગ મહીંની()મહીયારી મોહાય સાંવરીઆ.. … … ..ઝનક

કદંબકેરી ડાળે દીઠો()મધુકર કેરા મધથી મીઠો;

કાળજળાની કોરનો કટકો()કાનકુંવર કહેવાય સાંવરીઆ.. … … ..ઝનક

 

૨૯/૦૩/૧૯૯૧  

“ફાગણ આયો”

ફાગણ આયો

(રાગઃ રાધિકે તુને બંસરી ચુરાઇ…..)

 

સખીરી જોને ફાગણિયો આયો,

ફાગણ આયો રંગ રેલાયો()

સમીર સુકોમળ વાયો વાયો રે… …..સખીરી

આંબલિયા પર મંજરી ડોલે,

શબ્દ મધુરા કોકિલ બોલે()

મધુકર મનમાં મોહાયો મોહાયો રે. …સખીરી

કેસુડાના રંગો ચોરી,

કેશર ભીની થઇ હું ગોરી() 

યૌવનરસ છલકાયો છલકાયો રે.. ….સખીરી

રંગ નીતરતું પાલવ ચોલી,

સાજન સંગે રમતાં હોલી()

સાજન રંગ સોહાયો સોહાયો રે… … ..સખીરી

 

૧૭/૦૩/૧૯૯૧

(પ્રયત્ન એપ્રિલ૯૧માં પ્રકાશિત)

“વાલો પરગટ થ્યો”(કચ્છી)

વાલો પરગટ થ્યો“(કચ્છી)

(રાગઃઠાકર મંધરમેં હુઇ થારી………)

 

અંધારી આઠમજી રાત કારી,

ભેણ મેણે શરાણજી રાત કારી.

ગોકુળમેં નંદ ઘરે વગી થારી… … … … .અંધારી

ખાંગા થઇ મેઘ વઠા ખાંડાધાર()

ગજણ ગજેતી મથે વજ ચમકાર. … … ..અંધારી

ગોંયે જે થણ મંજા ત્રસક્યા ખીર()

કારી કારી જમનાજા હરખ્યા નીર. … … ..અંધારી

ફળફૂલ ડસધે ઉભર્યા અપાર()

કોયલ કલોલ કરે મોર મલાર .. … … … .અંધારી

હરખ્યા જશોડા ને રાજા નંદ()

ગોપી ગોપાલમેં થ્યો આનંધ… … … … …અંધારી

ધરણીધરકે ધરણીધરે()

વાલો પરગટ થ્યો અજ નંધ ઘરે … … …અંધારી

 

૦૪/૦૩/૧૯૯૧