“છપ્પા(૨)
ક્રોધિત થઇ માનવ થરથરે,ધરતીકંપનું રૂપ જ ધરે;
સુંદર જીવન સમ મંદિર,બિહામણા કરતો ખંડેર.
સ્વ સર્જેલી દુનિયા મહીં,સર્વે સ્થળે એ પહોંચ્યો નહીં;
ત્યારે કરીને ખુબ વિચાર,સર્જી સર્જનહારે નાર.
આફત આવે રૂપ આનેક,કોઇ આશિષની લાવે મહેંક;
ઘણી આફતથી અનુભવ મળે,અનુભવ કરતાં શક્તિ વળે.
માનવ મનની માયા મહીં,નજર નજરમાં ફેર છ અહીં;
કોઇ અવસરમાં આફત જુએ,કોઇ આફતને અવસર કહે.
મૃત્યુ મુઠ્ઠીમાં લઇ ફરે,તેનું મન ના ક્યારે ડરે;
એના મનમાં જે નિરધાર,નિશ્ચય સમજો બેડોપાર.
મૃત્યુથી તું શાને ડરે,દેહવિલયની ચિંતા કરે;
મૃત્યુ જીવનનો છે મોડ,કપડાની એ બીજી જોડ.
સફળ જગતમાં એક જ જન,કામ કરે જે દઇને મન;
મુશ્કેલીથી ભીડે બાથ,મળે સફળતા એને હાથ.
પરંપરાગત વંશ જ જાય,પુત્ર તણાં વળી પુત્રો થાય;
ઘણા પુત્ર કપુત્ર થાય,માત કુમાત ન જાણી ક્યાંય.
શૈશવકાળે ન બોલ્યો સત,એની પરવારી ગઇ મત;
જીવન વૃધ્ધાવસ્થા જાય,સત્યથી અડગો રહે સદાય.
સવારમાંથી સંધ્યા થઇ,કામ કરી કંટાળ્યો નહી;
થાકમાં ગુસ્સો ચિંતા ભળે,નર આખો તેથી ખડભડે
૩૧/૧૨/૧૯૯૦
Filed under: Poem |
Leave a Reply