“ચાંધો”(કચ્છી)

ચાંધો“(કચ્છી)

 

ડો ઘડીયાલ ટ્કોરા કે,ખેતો પ્યોવો અખ મુંચે;

ચુની ખેતે કે તો ચે,ઉથી ઘરે વંઞ મુજા પે.

ચુનિયા ચીંધા તોજી કર,તું ઐયે ધુફીજો ડર;

મુજી છડે તું તોજી કર ડાવથી ને ગલાસ ભર્.

ચુની વટાનું ગલાસ જટે,પી ધારૂ ને ગલાસ ચટે;

જાડી બેડીજો ધમ સટે,ખેતો ચેતો મુછકે વટે.

ચુનિયા તું વેપાર બુજે,આંઉ પિંયા ને તુંતો ધ્રજે;

નત નયેસર રોજ તો બજે,ચોંધે ચુનિયા નપટ લજે.

પાણી જેડો ધારૂ ડીંએ,અમલ અનજો કેડો થીએ;

ચુની ચમની ચોપો ઐયે,બોલ ઢીંગલા કતરા થીએ.

પંજ ગલાસ મડે થઇ પીતે, ભગીચે ઓટે તે;

હક્ડો હેવર અચી થડે તે,ડે રૂપિયા ડો હસાબ પતે.

ખેતો ડોજી નોટ ફગાય,ઉજલ બીડીકે સલગાય;

ધમ સટે ધૂ ચુનીતે ફગાય,બાર નકરધે મોં મુરકાય.

ટંગા એકી બેકી રમે,થુલજો ભાર ક્યાંથી ખમે;

જમણે ડાબે ડઇ પઇ નમે,મોરઇ અનજા પંધવા લમે.

કારો કુતો અનકે ડસે,થઇ ઉરાઉર અનકે ભસે;

જિંધ છડે જરાય ખસે,પણ ખેતે કે કડે ડસે.

ઘરજે રસ્તે વચ વઇ નાય,નાયજી વચમેં હકડી વાય;

વાયતે ખેતો વેસા ખાય,વેસા ખેંધે ડે મેલાય.

રોજજે ઠેકાણે અચી,ખેતેજો ગડોર્યો ઘચી;

ટંગા પણ જાણેર્યા પચી,ખારમેં ડને કુતેકે ડચી.

કારા કુતો તું કુતો નૈયે,ચુનીયેજો ચમચો ઐયે;

હડહ્ડ હુરેહુરે પ્યો થીએ,લાભ ભલા ચો કેડો થીએ.

પગ પડ્થારતે ખેતો ધરે,વાયજી પારજો ટેકો કરે;

જેડી વાયમેં નજરતો કરે,ચાંધો પ્યો પાણીમેં તરે.

ચાંધો પ્યો આય વાયમેં છણી,નાય કો અનજો ધોરી ધણી;

ચાંધા પુગો આંઉ ટાણે અણી,ખેતો તોકે ગનધો ખણી.

ડોલ બધલ હુઇ વાયજી પાર,વાયમેં સંજે ડઇ પડતાર;

ચાંધાભા તું થી તૈયાર,હેરઇ તોકે કઢિયા બાર.

વાયમેં વા પખેરા ચાર,ખેતેકે વઇ અણસાર;

ડોલ જલાણી ઇનજી ધાર,ખેતો કેંતે જોર અપાર.

ચાંધાભા તું ભારી ગરો,ખેતો પણ કઢે ખરો;

ખેતો મુડસ આય નવે ઢરો,ખણાં તોકે મોભો કુરો.

નટાર ખેતો થઇર્યો નપટ,છડે રસો કીં વંઞેતો વટ;

ડોડા ડસો કર પોંધા પટ,લારેસેં ભરજી પ્યો પટ.

ખેતો ડને છેલ્લી ઝપટ,થ્યો ધુબાકો ખટાક ખટ;

તૂટો રસો ફટાકફટ,વંઞીને ખેતો પઇવ્યો પટ.

પટતા અભમેં ચાંધો ડસી,”ધુફારીચે ખેતો થ્યો ખુસી;

ખેતે ફૂલણસી કે વ્યો ઠસી,ચાંધે કે ઉકાર્યો અસીં.

 

૩૧/૧૨/૧૯૯૦     

“કડાં”(કચ્છી)

કડાં“(કચ્છી)

(રાગઃ દગા દગા વઇ વઇ વઇ……..) 

 

કડાં કડાં વઇ વઇ વેં… …

કડાં કડાં વઇ વઇ વેંગોરી

હાણે જલાણી તોજી ચોરી… … … કડાં કડાં

મથેતે માટી ઠલી વાટ મથુરાજી જલે,

જમનાઘાટ અચેં ક્યાનું તું કેં કેંતી મલે;

હાણે શરમાય તું ગાલ લકાય તું,

હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં

ભલે તું કીં કુછે તોંય પણ ખબર પેતી,

ડસીને રંગઢંગ તોજા ને નજર ચેતી;

કોય ચોરાય ગડે હૈયો હેરાય ગડે,

હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં

પરભુ ગોતે ગોતે રોજ કડાં કાન મલે,

રમાડે લકબુચાણી તું રખેતી કાન જલે;

કેર ચતચોર કેંજો નાય જભાભ તેંજો,

હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં

 

૦૨/૧૧/૧૯૯૦

“મીં”(કચ્છી)

મીં“(કચ્છી)

 

લાલો ચેતો વાલેકે ભા,હીં કી થઇ પ્યો ભલા?

આસાડ વ્યો નેસરાણ અધવચ,મીં કીં રઇ વ્યો વલા?

મીં મનીસટર થઇ વ્યો પાંજો,હાણે મુંજા વલા;

નરભધાજી ગાલ સુણીચેં,આઉં ઐયા કાં અલા.

થીએ ચુંટણી અચે મનીસટર,લરી લરી થીં ગલા;

પતે ચુંટણી ખુડસી મલધે,પરજા કે ડીએ ખલા.

વડર ખણીને જોજનાજા,ફેરી કરે ઠલા;

ગજણજા ભાસણ વીજ વચનજી,વરસે ઇનજી બલા.

સતી કાઠતે જોર ચડે ,વસે જોર કીં ભલા?

જોરધુફારીજલે અનકે,ભજધો કચ્છનું વલા.

 

૩૦/૦૭/૧૯૯૦

(કચ્છમિત્ર તા.૧૪/૦૮/૧૯૯૦ પ્રકાશિત)

“કાનો રંગે કાળો”

કાનો રંગે કાળો

(રાગઃ નાચે મન મોરા મગન… … … …)

 

કાનો રંગે કાળો ને રાધારાણી ગોરી ગોરી,

રાધા ગોરી ગોરી રાધા ગોરી ગોરી,

શરમાવે… … … …

શ્યામને શરમાવે માંગેલી માતા તારી… … …કાનો રંગે

નંદરાય ગોરા… … …

નંદરાય ગોરા ને કાળો કનૈયા તું શા થી?()

રૂડી ને રૂપાળી

રૂડી ને રૂપાળી જશોદાનો જાયો તું ક્યાંથી?

શરમાવે… … … …

શ્યામને શરમાવે માંગેલી માતા તારી… … …કાનો રંગે

નિત નિત ગોપી… … …

નિત નિત ગોપી ગોપાલો મળીને ચીડાવે()

દાઉ જોને મૈયા… … …

દાઉ જોને મૈયા હંમેશા હસીને સતાવે

શરમાવે… … … …

શ્યામને શરમાવે માંગેલી માતા તારી… … …કાનો રંગે

કાળી ધોળી ગાયો… … …

કાળી ધોળી ગાયોના સામે કહું મારા છૈયા()

હું છું તારી માતા… … …

હું છું તારી માતા તું મારો છો બાળ કનૈયા

શરમાવે… … … …

શ્યામને શરમાવે માંગેલી માતા તારી… … …કાનો રંગે

 

૨૨/૦૭/૧૯૯૦

“ગિરીવરધર”

ગિરીવરધર

(રાગઃ દર્શન દો ઘનશ્યામ નાથ મેરી અખિયા પ્યાસી રે…..)

 

ગિરીવરધર ગોપાલલાલ ઘનશ્યામ મુરારી રે… … .

વાંસની પોલી છેદ કરીને,બંસી અધરપર પ્રેમ ધરી ને ()

સુરગંગાના વહેતા મુક્યા,નિર્મળ વારી રે… … …ગિરીવરધર

મોરમુકુટ પિતાંબર સોહે,વૈજતી માલા મન મોહે ()

કાળો કાળો કામણગારો,કુંજ બિહારી રે… … … .ગિરીવરધર

રાધારાણી કેરા સંગે,રાસ રચાયો નિત નવરંગે ()

ધન્ય થઇ વૃજની ધરણી,વૃજ નરનારી રે.. … .ગિરીવરધર

દાસપ્રભુને શરણે લેજે,નિત નિત દર્શન દાતા દેજે ()

તારા ચરણમાં આજ ધરી મેં,જિન્દગી મારી રે.. … .ગિરીવરધર

 

૧૭/૦૭/૧૯૯૦

 

“હાઇકૂ”

                                                                   હાઇકૂ

 

      પાંપણ જાણે                    આંખની કીકી                        કાબરો ઉડી                       ગોધુલી ટાણે    

    ઉપરની આકાશ              સમાવી બેઠી જોને                જોઇ પનિહારીએ                ધૂળના વાદળોમાં

      નીચેની ધરા                     જગત આખું                        જગડતીતી                         સૂર્ય ડૂબ્યો

 

      પાળિયા પર                     દિવાદાંડી જો                       કાળી બિલાડી                       ઝાકળ પડી

     રક્ત ટપક્યુંતું                શોધી રહી છે કોઇ              આંખ મીંચી શોધતી                 કહે ફૂલ ધતુરો

      આકાશમાંથી                     સૂની કેડીઓ                          સૂનકારને                          હું છું રૂપાળો

 

                                                                     ૧૭/૦૭/૧૯૯૦

“છપ્પા(૨)

છપ્પા()

 

ક્રોધિત થઇ માનવ થરથરે,ધરતીકંપનું રૂપ ધરે;

સુંદર જીવન સમ મંદિર,બિહામણા કરતો ખંડેર.

સ્વ સર્જેલી દુનિયા મહીં,સર્વે સ્થળે પહોંચ્યો નહીં;

ત્યારે કરીને ખુબ વિચાર,સર્જી સર્જનહારે નાર.

આફત આવે રૂપ આનેક,કોઇ આશિષની લાવે મહેંક;

ઘણી આફતથી અનુભવ મળે,અનુભવ કરતાં શક્તિ વળે.

માનવ મનની માયા મહીં,નજર નજરમાં ફેર અહીં;

કોઇ અવસરમાં આફત જુએ,કોઇ આફતને અવસર કહે.

મૃત્યુ મુઠ્ઠીમાં લઇ ફરે,તેનું મન ના ક્યારે ડરે;

એના મનમાં જે નિરધાર,નિશ્ચય સમજો બેડોપાર.

મૃત્યુથી તું શાને ડરે,દેહવિલયની ચિંતા કરે;

મૃત્યુ જીવનનો છે મોડ,કપડાની બીજી જોડ.

સફળ જગતમાં એક જન,કામ કરે જે દઇને મન;

મુશ્કેલીથી ભીડે બાથ,મળે સફળતા એને હાથ.

પરંપરાગત વંશ જાય,પુત્ર તણાં વળી પુત્રો થાય;

ઘણા પુત્ર કપુત્ર થાય,માત કુમાત જાણી ક્યાંય.

શૈશવકાળે બોલ્યો સત,એની પરવારી ગઇ મત;

જીવન વૃધ્ધાવસ્થા જાય,સત્યથી અડગો રહે સદાય.

સવારમાંથી સંધ્યા થઇ,કામ કરી કંટાળ્યો નહી;

થાકમાં ગુસ્સો ચિંતા ભળે,નર આખો તેથી ખડભડે

 

૩૧/૧૨/૧૯૯૦