“રૂપાળી“
(રાગઃજીવનકિ સફરમેં રાહી… … …)
એક ઘરની છે ઉંચી અટારી,એમાં નિત ઊભે એક રૂપાળી;
ભૂરા વાળ ને ભૂરી આંખો વાળી,ગોરા ગાલે છે ટપકી કાળી… … …એક ઘરની
કદી કેશનું ગુંફન કરતી,કદી ઝુંમર કાને ધરતી;
કદી કંગનને ફેરવતી,નિત દેખું હું રીત નીરાળી… … … … … … … .એક ઘરની
નિત મીઠું એ મલકાતી,અને ગુંજન કરતી ગાતી;
મળે આંખો તો શરમાતી,કદી બેસે છે પકડી ને જાળી… … … … … .એક ઘરની
જાણે ઓચિંતી એ આવે,અણજાણપણું દરશાવે;
ચૂડી કાંચની એ ખનકાવે,કદી બોલે છે એ આવું છું માડી… … … …એક ઘરની
૨૭/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply