“બુંદ બુંદ“
જોઇ નીચોવી નફરતને તો મહોબ્બ્ત ટપકી બુંદ બુંદ્;
લૂ ઝરતાં ઉનાળે જાણે ઝાકળ ટપકી બુંદ બુંદ.
ઘેરી ઘોર નિરાશામાંથી આશા ટપકી બુંદ બુંદ;
ખારાપાટ મહીંકો મીઠી વીરડી ટપકી બુંદ બુંદ.
દુરાચારના દોજખ વચ્ચે મમતા ટપકી બુંદ બુંદ;
ધગધગતા અંગારે જાણે હીમ કો ટપકી બુંદ બુંદ.
સોમલ કેરા ઝહેર મહીંથી અમૃત ટપકી બુંદ બુંદ;
કલમ “ધુફારી” કરમાં લેતાં કવિતા ટપકી બુંદ બુંદ.
૨૨/૦૫/૧૯૯૦
Filed under: Poem |
Leave a Reply