“પ્રણય મારો“
કર્યો બેહાલ તરછોડી હતો એ તો પ્રણય મારો;
તમારી પ્રિત ના પામ્યો હતો એ આશિક તમારો.
સજી અરમાનની અચકન હતો એ તો પ્રણય મારો;
કર્યા અરમાનના લીરા જોઇ ઇનકાર તમારો.
ગણીતી ખુશનશીબી ખુશ હતો એ તો પ્રણય મારો;
બની ગઇ કમનશીબી એ જોઇ ધુત્કાર તમારો.
તમે ના ઓળખ્યા એને હતો એ તો પ્રણય મારો;
“ધુફારી“ના વળે પાછો જોઇ ઇકરાર તમારો.
જે સુતો છે નનામીમાં હતો એ તો પ્રણય મારો;
કફનમાં પ્રિતનો પાલવ મળે આભાર તમારો.
૩૦/૦૩/૧૯૯૦
Filed under: Poem |
Leave a Reply