“અટારી“
(રાગઃ નયનદ્વારસે મનમેં વો આકેં તનમેં આગ લગાય….)
આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય (૨)
ના કશું બોલે હોઠ ન ખોલે મંદ મંદ મલકાય… …
(ચલતી)હો વ્હાલમ મન મારૂં મુંજાય આંખ શરમાય હૈયું હરખાય હાથથી જાય…
હાય..હાય..હાય
આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય,
ઉષાથી આશા જાગે ને સંધ્યા સાથ વિલાય;
હોઠ ખુલે ના સામે મળે તો સુધ બુધ સૌ વિસરાય,
નયનો નીરખે નયનો માંહી નયનો પુલકિત થાય……..આવે અટારી પર
(ચલતી)હો વ્હાલમ મન મારૂં મુંજાય આંખ શરમાય હૈયું હરખાય હાથથી જાય…
હાય..હાય..હાય
આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય,
કહી શકું હું મનની વાતો એને ના સમજાય;
મસ્ત હવાના ઝૌકા જેવી એ આવે ને જાય,
ક્યારેક મળશે એ આશામાં જીવ“ધુફારી“જાય…………….આવે અટારી પર
(ચલતી)હો વ્હાલમ મન મારૂં મુંજાય આંખ શરમાય હૈયું હરખાય હાથથી જાય…
હાય..હાય..હાય
આવે અટારી પર પલકારે આંખથી ઓઝલ થાય
ન કશું બોલે હોઠ ન ખોલે મંદ મંદ મલકાય
૨૭/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply