“શ્યામ સુંદિર“
(રાગઃ મા શારદા મા સરસ્વતી તુને વંદના…..)
હે શ્યામસુંદિર હ્રદયમંદિર પ્રેમથી પુજુ સદા……
પૂર્વજન્મના કર્મથી આ દેહ માનવનો મળ્યો,
કંઇ સત્કર્મ ભક્તિ ભાવમાં જઇ હું ઢળ્યો,
મુરલી મનોહર,મુકુન્દ માધવ પ્રેમથી પૂજુ સદા….હે શ્યામસુંદિર
સંકટો સહેવા સદા તું શક્તિ મુજને આપજે,
મોહ કે માયા વિષયના બંધનો તું કાપજે,
ગોવિન્દ હે ગોપાલ ગિરધર પ્રેમથી પૂજુ સદા…….હે શ્યામસુંદિર
દુષ્કર્મ કંઇ ના આચરૂં સત્કર્મ સમજણ હું ધરૂં,
પુનર્જન્મ મૃત્યુપુનઃ ના ચક્કરોમાં ના ફરૂં,
મોક્ષકારી મદનમોહન પ્રેમથી પૂજુ સદા…………….હે શ્યામસુંદિર
૧૦/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply