“જોને કનૈયા“
(રાગઃચંદનકા પલના રેશમકી ડોરી……)
જોને કનૈયા તું આંખો ને ચોળી સાથે મળી સૌ સાથીની ટોળી…
ઉડ્યો ઉગમણે પાલવ ઉષાનો લેસે દીસેના નામ નિશાનો,
ગૌધન સઘડું તું વનમાં લઇજા સાથીની ટૉળી સાથે ભળીજા;
સાથીની ટોળી સાથે ભળીજા
બળભદ્ર ભૈયા ને તારી છે જોડી સાથે મળી સૌ સાથીની ટોળી
જોને કનૈયા
પરમાટ પુષ્પોની પ્રસરે પવનમાં પંખીનો કલરવ ગાજે ગગનમાં,
થનથન નાચે મોર ચમનમાં આછું હસે તું મનમાં નયનમાં,
આછું હસે તું મનમાં નયનમાં
વેળા થઇ દે શૈયાને છોડી સાથે મળી સૌ સાથીની ટોળી
જોને કનૈયા
મોરમુકુટ લે વૈજંતીમાલા દુધ કઢેલા ના કેશરિયા પ્યાલા.
માખણ મીસરીની દોણી લઇજા ડાબે ખભે તું ખેસ ધરીજા;
ડાબે ખભે તું ખેસ ધરીજા
બંસી કમરમાં લેજે તું ખોડી સાથે મળી સૌ સાથીની ટોળી
જોને કનૈયા
૧૯/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply