“ચર્ચરી છંદ“
નાથ નિરંજન,આંખમેં અંજન,ગાલમેં ખંજન,ગિરધારી;
દેવકી નંદન,પાંવમેં પેજન,બાજે છન છન,બલિહારી.
જમુના તટપર,કર બંસીધર,નાચે નટવર નંદલાલા;
મથુરા પથપર,મારગ રૂકકર,માંગે મહીકર મતવાલા.
ગિરીવર ધાર્યો,ગોકુળ તાર્યો,ગર્વ ઉતાર્યો ઇંદરનો;
અધમ ઓધાર્યો,અસુર સંહાર્યો,ભાર ઉતાર્યો વસુંધરનો.
મા મઢવાલી,દીન દયાળી,બહુચરબાળી,બિરદાળી;
હે વીસ ભુજાળી,પરમકૃપાળી,કર રખવાળી મહાકાલી
મા ત્રિપુરારી,ગબ્બરવારી,ચાચરચોકે રમનારી;
હે ખડગધારી,ખપ્પરવારી,મહાકાલી,મંગલકારી.
હુંહુંહું હુંકારા કરતી,રણમાં ફરતી રણચંડી;
છકછક છકછક છેદન કરતી,દાનવદળ નાખ્યા ખંડી.
હે મુક્તકેશ ને નગ્નવેશ કટી હસ્તબંધને ધરનારી;
કર દૈત્યશીશ માર્યો મહીષ ગલે મુંડમાલ લઇ ફરનારી.
હે ગૌર ગાલ ને નેત્ર લાલ સિંદુર ભાલમાં ભરનારી;
કરી મુખ વિશાલ શોણીત લાલ લઇ દૈત્ય કેરા પીનારી.
હે સિંહવાહીની,મોક્ષદાયીની,અભય અર્પિની શ્રીઅંબા,
હે શક્તિનંદીની,માતસ્કંધીની,જગતવંદીની જગદંબા.
હે સેવકશરણી,સંકટહરણી,મંગલકરણી,મતવાલી;
હે પંકજચરણી,ધનુષધરણી,દાનવદરણી,મહાકાલી.
હે હ્રદયરોચીની,પાપમોચીની,મૃગાલોચીની,તું માત્રી;
હે મુક્તિદાયીની,હંશવાહીની,વેદગાયીની,ગાયત્રી.
હે ચક્રતર્જિની,હ્રદયરંજીની,કષ્ટભંજની,મા ગિરજા;
હે અભયવર્દીની,દુષ્ટમર્દીની, જગતનંદીની,મા તુલજા.
૨૦/૧૦/૧૯૮૯.
Filed under: Poem |
આ છંદ ઉપર હાથ અજમાવવા તમે લલચાવ્યો તો છે; હવે જોઉં, કાંઈ કરી શકું છું કે કેમ.
બહુ જ સરસ ને તાકાતભર્યો છંદ બતાવવા બદલ આભાર.
ભાઇશ્રી જુગલકિશોર
આપનો મેઇલ વાંચી આનંદ થયો,આપને મારા છંદો થી તમને પ્રેરણા મળી છે એ વાંચી અતિ આનંદ થયો,તમારા હાથ અજમાવ્યા બાદ થયેલી રચનાઓ મને જરૂર મેઇલ કરજો હું રાહ જોઇશ Best of luck
અસ્તુ
-પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
ચર્ચરી છંદ વીશે માહીતી મળે?