“કંકુડી”

કંકુડી

(રાગઃમાલમ! મોટા હલેસા માર્……..)

માવડી! હૈડે હિમતધાર્,મારે જવું દરિયાપાર…..

કાના માલમની કંકુડી થઇ ચૌદ વરસ દી ચાર,

લગની છે લાગી ને જઇને મેં માંગી;

માંગી કરૂં ઘરનાર રે….માવડી!()………..

લાલા માલમની લાંચમાં મારે જાવું વતનની બાર,

નવા નરોજની ત્રીજી રાતના;

રાતના મુકવો બારાર્કાના માલમની માંગી શરત છે શરત માની મેં ચાર્,

કરવી પુરી મુકુ અધુરી;

મુકે ચાલે કરાર રે….માવડી!()………..

પેલી તે ઘોસમાં બાંધું હું ખોરડા ઘરના આંગણ મોજાર,

ખોરડા બંઘાવું ને ખોરડા સજાવું;

ખોરડે માંડું સંસાર રે….માવડી!()………..

બીજી તે ઘોસમાં કોઠીયું ઘડાવું દાણા પાણી ભંડાર,

ખાધે ખૂટે ને ખરચે ખૂટે;

ખૂટે ખાધે ખાનાર રે….માવડી!()……….

ત્રીજી તે ઘોસમાં કંગન ઘડાવું ઘડ્વો ગળાનો હાર,

કંગનીઆ ચાર ને ડોકમાં છે હાર;

પહેરી ફરે ઘરનાર રે….માવડી!()………..

ચોથી તે ઘોસમાં સાડી ને સાડલા હીરે ભરેલી તાર,

ઘોડલે ચડીને લગન કરીને;

કાનાને ઘેર કંસાર રે….માવડી!()………..

 

૨૦/૧૦/૧૯૮૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: