“ઓધવ“
(રાગઃ એક વાર હું ને મીંરા મથુરામાં ગ્યા‘તા……)
એક વાર ઓધવ ગ્યા‘તા ગોકુલિયા ગામમાં;
ગોકુળિયા ગામમાં શ્યામ કેરા ધામમાં……………એક વાર
માધવ સખાને મળવા આવી સૌ ગોપીયું;
ઓધવ અધીરા થ્યા‘તા જ્ઞાન કેરા દાનમાં………એક વાર
માધવનો મોહ છોડો ગોવિન્દની ગેલીયું;
પ્રેમથી હવે તો પૂજો એક જ પરમાત્મા………….એક વાર
એકવાર અમ નયણેથીે વ ઓધવ નીહાળજો;
પ્રેમ શું છે પૂજા શું છે સમજાશે સાનમાં…………એક વાર
૧૧/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply