“આપ ભક્તિ ભાવના“
(રાગઃ કેદાર)
દોહરો
મયુરવાહિની શારદા તવ કરવિણાના તાર,
ઝંકૃત કરો જો પ્રેમથી તો પ્રગટે રાગ કેદાર.
હે મા ભવાની આદ્યશક્તિ તું આપ ભક્તિ ભાવના….
શ્લોકો સ્તુતિના ના વદુ કો વેદ મંત્રો ના રટું,
પૂજા ન જાણું અર્ચના કરમાલ લઇને ના જપું;
સિંહવાહિની સુખદાયીની તું આપ ભક્તિ ભાવના…..હે મા
ભુખ્યો કે તરસ્યો બાળ તો પાલવ પકડશે માતનો,
સાનિધ્ય તારૂં સાંપડે ડર ક્યાં રહે કો જાતનો;
વરદાયિની વાઘેશ્વરી તું આપ ભક્તિ ભાવના………..હે મા
ના હર્ષ છે ના શોક છે સંસાર સાગરમાં “પ્રભુ“
બવસાગરે ભટકું નહીં સઘદી ફીકર સોંપી વિભુ;
ભવતારીણી ભયહારીણી તું આપ ભક્તિ ભાવના……હે મા
૧૭/૧૧/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply