“મોહન મથુરા જાય”
(રાગઃ નયનો મેં કજરા છાયે……..)
મોહન મથુરા જાયે,ગોકુળને મુકી હાય;
રોકીલે તું રાધારાણી,યશોદાના લાલને…..મોહન
વ્યાકુળ છે વૃજની નારી,હૈયામાં પીડા ભારી,
વ્યાકુળ છે વૃજની નારી…………
આવી વળાવા જોને,પોતના મનડા મારી,
રંભાતું ગોધન જોને,ઝંખે ગોપાલને……મોહન
જમનાના તીરે ઘાટે,વૃંદાના વનની વાટે.
જમનાના તીરે ઘાટૅ…………..
મારગ ન રોકે કોઇ,ખાવાને માખણ માટે,
સુના કદંબ ઊભા,શોધે ગોપાલને…….મોહન
વેણું ન વાગે વનમાં,ઊર્મિના જાગે તનમાં,
વેણું ન વાગે વનમાં………….
રાસ રચાસે ક્યાંથી,માધવ ન આવે વનમાં,
તારૂં કહ્યું ના ટાળે,પ્યારી ગોપાલને……મોહન
૨૪/૦૫/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply