“અધ્યાય અલાયદીનો”

અધ્યાય અલાયદીનો

     સાંજ ઢળવા આવી હતી,ટાવરમાં છના ટકોરા પડ્યા ત્યારે હું લાયબ્રેરી તરફ વળ્યો.રોજ સાંજે હું અને બકુલ લાયબ્રેરીમાં ભેગા મળતા ને પછી કાં તો દરિયાકિનારે જતાં અથવા મોટા બગિચા તરફ ફરવા જતાં,જતાં જતાં અજા ગઢવીને સલામ મારતા જતા એટલે અમને શોધતો કોઇ આવે તો એને ખબર પડે કે,અમે મોટા બગીચા તરફ ગયા છીયે.જો દરિયાકિનારે જતાં હોઇએ તો કાળા બાવાની હોટલની ચ્હા પીતા જઇએ એટલે શોધવા આવનારને ખબર પડે કે,અમે દરિયાકિનારે ગયા છીએ.

આજે ક્યાં જઇશું તો બકુલ મળે પછી નક્કી થાય.

     મેં લાયબ્રેરીના બારણામાં ઊભા રહી એક નજર ફેરવી બકુલ ક્યાંય દેખાણો.શું થયું એક વિચાર આવ્યો ત્યાં તો ભીંત પાસે મુકેલી એક ખુરસી પર કોઇ એક છાપું બે હાથે પકડીને બેઠું હતું.  બકુલ હતો.મેં તેને તેની પેન્ટના કલર થી ઓળખી લીધો એટલે હું ખુરસી તરફ ગયો. બકુલ હતો પણ છાપું વાંચતો ન્હોતો પણ છાંપાની આડસમાં કંઇક વિચારમાં ખોવાયેલો હતો.મેં એના ખભા પર હાથ મુક્યો તો હબકી ગયો.

                  હોલમાંથી છાપાના પાના ફેરવવાના ફફળાટ સિવાય નિરવ શાંતિ હતી એટલે મેં આંખના ઇશારે પુછ્યું કેમ શી વાત છે?તો એણે બારણા તરફ જોઇ ઇશારાથી કહ્યું જઇશું? મેં માથું હલાવી હા પાડી તો એણે છાપાની ઘડી વાળી ટેબલ પર મુક્યો,ત્યાં મારી નઝર એક ખુલ્લા સામયિક પર પડી જેમાં રામકુમાર અને જે.પી.સીઘલની મિક્ષ સ્ટાઇલનું એક ચિત્ર હતું.બકુલે મારો હાથ પકડી બહાર ખેંચવાની કોશિશ કરી તેને એક આંગળી ઉંચી કરી ઇશારો કર્યો અને ખુણા પરની સહીજયશકરવાંચી હું મરક્યો બકુલે મને ઇશારાથી કહ્યું શું થયું?મેં તેને ચિત્ર પરની સહી બતાવી બહાર ખેચ્યોં

જયશકર વળી કોણ?”બકુલે બહાર આવીને પહેલો સવાલ કર્યો.

આપણો જયલો બીજું કોણ

તને ખાત્રી છે ચિત્ર જયલાનું છે?”

પુરેપુરી ગળા સુધી

તે કેમ?”

આપણે સાથે ભણતાં હતા ત્યારે મુલગાંવકરનો આશક હતો

તો?”

એક દિવસ તે વ્યાસ સાહેબ પાસે ગયો અને પોતાના ચિત્રો બતાવ્યા

તો…?”

વ્યાસ સાહેબે કહ્યું ધાર્મિક ચિત્રો મુક અને બીજું કંઇક કર

પછી તેણે જે.પી.સિંઘલના ચિત્રોની નકલ કરી

હા

પછી?”

વ્યાસ સાહેબે કહ્યું નહીં બીજુ કંઇક કર

એટ્લે તેણે રામકુમારના ચિત્રોની નકલ કરી બરાબર?”

બરાબર,વળી પછી વ્યાસ સાહેબને મળવા ગયો

તો સાહેબે શું કહ્યું નહીં…..”

સાહેબે કહ્યું દિકરા બીજાની નકલ કરવાનું રહેવા દે.યાદ રાખ નકલને અક્કલ હોય તું તારી અલગ સ્ટાઇલમાં કામ કર

અને પછી તેણે હમણાંની સ્ટાઇલમાં કામ કરવાનું શરૂં કર્યુ બરાબર્?”

હા હવે તું બરાબર સમજી ગયો

પણ જયશકર્“?”

મુલગાંવકરની અસર

મતલબ કે જયશંકરનું જયશકર એમ ને?”

યસ

વાત કરતાં કરતાં અમે કાળાબાવાની હોટલમાં પહોંચી આવ્યા અને અમારી નક્કી કરેલી ટેબલ પાસે આવી બેઠા કાળોબાવા પુછ્યા વગર બે કપ ચ્હા પાણીના બે ગ્લાસ અને મામી બીડી મુકી ગયો.ચ્હા ચુપચાપ પીવાઇ ગઇ,બીડી સળગાવતાં મને બકુલે પુછ્યું

હાલમાં જયલો ક્યાં છે?”

બધી વાત પછી પહેલાં હું પુછું તેનો જવાબ આપ

હા પુછ

તું લાયબ્રેરીમાં છાપુ વાંચતો ન્હોતો

તો….?”

તું છાપાની આડસમાં શુન્યમનસ્ક બેઠો હતો

ના રે ના તને ભ્રમણા થઇ હશે

તો પછી મેં તારા ખભા પર હાથ મુક્યો તો હબકી કેમ ગયો?”

હવે કોઇ વાંચવામાં મશગુલ હોય એને કોઇ અચાનક અડે તો માણસ હબકી જાય એતો બે ને બે ચાર જેવી સાહજીક વાત છે હેંહેંહેં…” લાડા ચાવતાં ખસિયાણું હસ્યો.

જો બકલા તું જૂઠ્ઠું બોલે છે,તે બોલતાં તને ફાવતું નથી એટલે શી વાત છે સાચી સાચી કહી દે

           સાંભળી તે ક્યારેક મારા સામે,ક્યારેક બળતી બીડી સામે,તો ક્યારેક આજુબાજુ જોવા લાગ્યો હું તેના ચહેરા પર બદ્લાતાં હાવભાવ જોતો રહ્યો.

શી વાત છે?શેની મુઝ્વણ તને થાય છે પુછવાનો મને હક્ક નથી?”તેના ટેબલ પરના હાથ પર મેં હાથ મુકતાં પુછ્યું.

અરેકેવી વાત કરે છે યાર? તને હક્ક છે,પુરેપુરો હક્ક છે ચાલ આપણે બીજે ક્યાંક બેસીને વાત કરીશુંકહી ઊભો થયો ખાલી કપની બાજુમાં દશકા મુકી ટેબલ પરની બીડી ગજવે ઘાલી.અમે દરિયાકિનારા તરફ ગયા.એક ધુળના ઊંચા ઢગલા પર આવી બેઠા.બકુલે ગજવામાંથી બે બીડી કાઢી એક પોતાના હોઠમાં દબાવી બીજી બીડી ને માચિસ મને આપ્યું.બીડી સળગાવી માચિસ આપતાં મેં તેના તરફ જોતાં પુછ્યું

હં..તો હવે બોલ શું થયું છે?”

તારા વારી ભાભી યાર……”એક મોટો નિસાસો નાખતાં કહ્યું

કાં વળી તને ક્યાં આડી આવી?”

અરે આડી નથી આવતી આડોડાઇ કરે છે..”

તે કેમ?”

અરે!…તેણીને અલાયદું રહેવું છેઅકડાતા બકુલએ કહ્યું

..લા....દું?”

હા અલાયદું

પણ કોનાથી અલાયદું રહેવું છે?ઘરમાં તો તમે ત્રણ જણ છો.તું બીના અને કાકી.નથી નણંદ નથી દીયરદેરાણી કે જેઠજેઠાણી તો પછી કોના અલાયદું રહેવું છે?..કાકીથી?”મેં દલીલ કરી.

બાથી

પણ હું જાણું છું તેમ કાકી તો ઘરની કોઇ પંચાત કરતાં નથી બરાબર ને?”

બકલાએ હા માં માથું ધુણાવ્યું.

તો પછી કાકી તેણીને ક્યાં આડા આવે છે કે અલાયદા રહેવાની વાત કરે છે?”

અરે મારા ભાઇ તો રામાયણ છે.હું તેણીને સમજાવી સમજાવી ને થાક્યો કે બા તો તને ક્યાંય આડી નથી આવતી પાછું તેણી વાત કબુલ કરે છે કે,બા તેણીને ક્યાંય આડી નથી આવતી તોય તેણીને અલાયદું રહેવું છે.”

પણ અલાયદા રહેવાનું કંઇ કારણ

તે પણ પુછ્યું તો કહે છે,આમં કારણ બારણ કેવા અલાયદા રહેવું છે એટલે રહેવું છે બસ

હું સમજાવી જોઉં?”

ના યાર વાતનું વતેસર કરે એવી છે.મને તો કોઇ ઉપાય સુજતો નથી,તને કંઇ સમજાતું હોય કે ઉપાય જડતો હોય તો બતાવકહી તેણે મને બીજી બીડી આપી.

      બીડી સળગાવી ને મેં કેટ્લી વાર સુધી માથું ખંજવાળ્યું.એકાએક મને એક કિસ્સો યાદ આવ્યો  એ મેં કોઇ પાસેથી સાંભળ્યો હતો કે,ક્યાંક વાંચ્યો હતો અજમાવી જોવાનો વિચાર કરી મેં બકુલને બધી વાત સમજાવી એટલે નિંરાંતનો શ્વાસ લેતાં બકુલે કહ્યું

ભલે ત્યારે જઇસું?”

હા અને એક વાત, ભાભી ઘેર હોય ત્યારે કાકીને બધી વાત સમજાવી દેજે

હા બાબત બેફિકર રહે બાને હું બધું સમજાવી દઇશ,પણ તેં મને કહ્યું નહી જયલો ક્યાં છે?”

મુંબઇમાં

     વાતને ચારેક દિવસ વિત્યા હશે,ત્યાં મને કિશલો યાદ આવી ગયો.તેને એક મકાન ભાડે આપવાનો હતો.હું કિશોરના ઘેર ગયો તેને કહ્યું મારા કાકાઇ ભાઇના મિત્રને એક ઘર ભાડે જોઇએ છે ચાવી આપ ઘર બતાવીસ જો પસંદ પડસે તો ભાડાની વાત માટે તેડી આવીસ પછી આપસમાં બધું સમજી લેજો કહી તેના પાસેથી ઘરની ચાવી લઇ આવ્યો.ઘર ગામથી બહાર બનેલ નવી સોસાયટી  માં હતું. પણ એક સારી વાત થઇ.બીના જેવી અલાયદા રહેવાનું પસંદ કરનાર આવા એરિઆ પસંદ કરે.જ્યાં તો કોઇ આપણી પંચાતમાં પડે કે તો આપણે કોઇની પંચતમાં પડવાનું.હું ઘર જોઇ આવ્યો હવે એક લેડીઝની દ્રષ્ટીએ ઘર કેવું છે ખબર પડે એટલા માટે ઉતાવડે ઘેર આવ્યો અને ઘેર આવીને મંજુલાને કહ્યું

જરા જલ્દી તૈયાર થઇજા જરા બહાર જવું છે

શું કામ છે?કઇ બાજુ જવું છે?”

બધું તને રસ્તામાં કહીશ તું જલ્દી તૈયાર થઇ જા,બા ક્યાં છે?”

આગાસીમાં ચોખા વીણે છે

હું અગાસીમાં ગયો ત્યારે બા,મધુ અને બાજુવાળા મીનાભાભી ચોખા વીણતા હતા.

બા હું અને મંજુ જરા બહાર જઇએ છીએ

તું બજાર બાજુ જતો હો તો ઓલ્યા વલુને ચોખાના બાચકાના પૈસા આપતો આવજે

ના હું બજાર બાજુ નથી જતો,અમારે સોસાયટી બાજુ જવું છે

બા અમે જરા બહાર જઇએ છીએતૈયાર થઇ આવેલ મંજુલાએ કહ્યું

હા જઇ આવો મને મોહને કહ્યું               

    ઘરમાંથી બહાર આવીને રીક્ષામાં બેઠા એટલેમેં રીક્ષાવાળાને કહ્યું

કામાક્ષી બાજુ લઇલે ભાઇ

કામાક્ષીમાં વળી કોને ત્યાં જવું છે?”

કામાક્ષીમાં બીનાભાભી માટે ઘર ભાડે લેવાનું છે,તને બતાવી દઉ તું પસંદ કરે તો ભાભીને પણ પસંદ આવસે એમાં શંકા નથી

ભાભીને શા માટે કાશીકાકીને પણ પસંદ આવશે

ઘર બીનાભાભી માટે જોવાનું છે કાશીકાકી માટે નહીં

એનો મતલબ ભાભી અહીં  અલાયદા રહેવાના છે?”

હા,એટલે તો બકુલે મને મકાન અપાવવાની વાત કરેલી

હં!!!!!!!!!!”મંજુનો જ્વાબ સાંભળી મને વહેમ પડયો કે તેણીના મગજમાં કંઇ રંધાય છે.

શું હં.? ઘરવાળીની વાત માનવી તો ધણીની ફરજ છેમેં તેણીના બદલાતા હાવભાવ જોતા કહ્યું

એટલે બીનાભાભી અલાયદા રહે તેના પક્ષમાં તમે છોમંજુના આંખમાં એક અજબ ચમક મેં જોઇ.

બેશક

     મંજુલા મનોમન ખુશ થઇ ગઇ.હવે તેણી ક્યારે પણ મોહનને અલાયદા રહેવા મનાવી શકશે એવી ખાત્રી થઇ ગઇ.અલાયદા ઘર મળ્યા બાદ કેતકી,ચેતના,જહાન્વી અને રેખા કરતાં પણ ઘરની સરસ સજાવટ કરીને બધાને છક્ક કરી દેશે.આજે રાત્રે વાત કરૂં?,ના ના હજી તો લગ્ન થયાને એક વરસ પણ નથી થયું.પેલી બધી તો લગ્ન બાદ બે મહિને કે ચાર મહિને અલાયદી રહેતી થઇ ગઇ તેમાં પેલી રેખા તો ભારી જબરી લગ્ન પહેલાં અલાયદા રહેવાની બધી સગવડ કરીને પછી મયુરને પરણેલી.તેણીની બધી બહેનપણીઓએ એક સહિયારી સલાહ આપેલી કે,સાસરાપક્ષમાંના ભૂત તો આપણને ક્યારે સમજી ના શકે એટલે ઝટપટ અલાયદા રહેવા જવું.અમે મકાનના દરવાજા પાસે ઉતર્યા મેં મંજુલાનએ ચાવી આપી.

તું તાળું ખોલ હું આને પૈસા આપી આવું છું.કેટલા થયા ભાઇ?”

   હું ભાડું ચુકવીને ઘરમાં આવ્યો ત્યાં સુધીમાં તો મંજુલાએ ઘરના બધા બારી બારણા ખોલી નાખ્યા.

હવા ઉજાસ સારા છે,પાછળ આંગણું પણ છે

તને ગમ્યું?”

ખુબ આવો હશે મારો સ્વપ્ન મહેલ મંજુલાએ મનોમન કહ્યું

તો બીનાભાભીને પણ ગમશે

ચોક્કસ

તો જઇશુ?”

રહોને પાંચ દશ મિનીટ જવાય છે ઉતાવળ શી છે

ભલે

   હું પાછલા બારણાંમાંથી આંગણામાં આવ્યો.અહીં કેવા ફૂલ ઝાડ સરસ લાગે વિચારતાં મને પોતા ઉપર હસ્વું આવ્યું. તો અહીં રહેનારે વિચારવાનું છે.મેં જોયું કે બારણામાં ઊભી રહી મંજુલા સામેની તરફ જોતી કશાક વિચારોમાં ખોવાયેલી હતી.

ચાલો મેડમ નહીતર રાત અહીં પડી જશે

    વાતને એકાદ અઠવાડિયું થયું હશે,તે પાછળ બકુલે ઘેર આવીને બુમ પાડી

બીના, બીના ક્યાં છો?જલ્દી બહાર આવ

શું વાત છે?બહુ ખુશ લાગો છો?”રસોડામાંથી હાથ લુછતાં બહાર આવી બકુલની બ્રીફકેસ લેતાં કહ્યું

અલાયદા રહેવા મકાન મળી ગયુંબકુલે બીનાને બાથમાં લેતાં કહ્યું.

સાચે !!!!!!!!!!”

ચાલ જટ તૈયાર થઇજા એટલે તને નવું ઘર બતાવું.તું પસંદ કરે એટલે ત્યાં સામાન મોકલવાનું નક્કી કરીએ

તો આખરે મારી વાત તમે માન્યા ખરાબકુલના ગળામાં હાથ વિટાળી બીનાએ કહ્યું

રાણીને નારાજ  કરીને રાજા ક્યાં જાય કહે જોઇએ?”એટ્લા પ્રેમથી બકુલે કહ્યું

હું બસ પાંચ મિનીટમાં આવું છુંકહી હરણી જેમ ઉછડ્તી તેણી ઓરડામાં ગઇ.ઘર જોવાઇ ગયું ને પાસ પણ થઇ ગયું.ત્રણ દિવસ પછી ત્યાં કુંભ પણ મુકાઇ ગયો.સામાન અલગ કરતી વખતે બીના ભાભી કાશીકાકીને પુછતા બા હું લઇ જાઉં?ત્યારે એમનો એક જવાબ હતો તને જોઇએ મને જોઇએ.બીજા દિવસે રવિવાર હતો.સામાન ટેમ્પોમાં ભરાયો ને નવા ઘરમાં ખાલી થયો.આઠ વાગે તો સામાન આવ્યો અને અગ્યાર વાગ્યા સુધીમાં તો મોટા ભાગનો સામાન ગોઠવાઇ પણ ગયો. સમાન ગોઠવવામાં મદદ કરવા હું અને મજુલા આવ્યા હતાં.અગ્યાર વાગે નવા ઘરમાં બીનાભાભીએ ચ્હા બનાવી ને ભેગા બિસ્કીટના પેકેટ ખુલ્યા.ચ્હા પીવાઇ ગઇ એટલે ખાલી કપરકાબી ઉપાડી રસોડા માં જતાં બીનાભાભીએ કહ્યું

લાપસીનું આંધણ મુકુ છું મોહનભાઇ ને ભાભી તમારે પણ આજે અમારા સાથે જમવાનું છે કેમ બકુલ બરાબર ને?”

ના,હો અમારે તો કાશીકાકીના હાથની કઢી ને પુલાવ જમવાના છેમેં કહ્યું

હા,અમારે ત્યાં જવાનું છેબકુલે કહ્યું.

અમારે એટલે?”આશ્ચર્યથી બીનાભાભીએ પુછ્યું.

અમારે એટલે હું મોહન અને મંજુભાભીએબકુલે ખુલાસો કર્યો.

એમને જવું હોય તો ભલે જાય તમારે તો અહીં આપણા ઘરે જમવાનું છે ને?”

આપણું ઘર નહી તારૂં ઘર કહેકહેતાં બકુલના ચહેરાના ભાવ બદ્લાયા.

એટ્લે? ઘર તમારૂં નથી?”આશ્ચર્યથી વિસ્ફરિત આંખે બીનાભાભીએ કહ્યું

નાકરડાકીથી બકુલે કહ્યું

કેમ?”રડમસ થ્ઇ બીનાભાભીએ કહ્યું

તારે અલાયદા રહેવું હતું તું રહે હું તો જાઉ છું બા પાસેગુસ્સાથી બકુલે કહ્યું

પણ…?”બન્ને હાથે ચહેરો પકડી ગોઠણભેર થતાં બીનાભાભીએ બકુલ સામે જોયું 

પણ અને બણ કંઇ નહીં ચાલ મોહન જઇસુંને?”

હા ચાલકહી હું ઊભો થયો.

મારે એકલીએ અલગ ન્હોતું રહેવું.હું એકલી રહીને શું કરૂં?”કહી બીનાભાભી રડી પડ્યા.

તારી મરજીખભ્ભા ઉલાળતાં બકુલે કહ્યું

              મેં બકુલને ઇશારો કર્યો હવે બહુ થયું તેણે રસોડામાંથી પાણી લાવીને બીનાભાભીને પિવડાવ્યું અને ત્યાર બાદ બીનાભાભીને બાજુના રૂમમાં લઇ ગયો.થોડીવારે વોસબેસીન પર જઇ મ્હો ધોઇ બીનાભાભી આવ્યા ત્યારે સ્વસ્થ જણાયા.સ્વસ્થ થતાં બારી બારણા વાંસવા લાગ્યા. અમે બધા બહાર જવા લાગ્યા ત્યારે મંજુ શુન્ય મનસ્ક બેઠી હતી.તેણીના ખભે હાથ મુકી બીના પુછ્યું

તુ વળી ક્યાં ખોવાઇ ગઇ?”

   મજુલા શું જવાબ આપે કે, પણ બીનાની જેમ અલાયદા રહેવા માટે મોહનને કહેવાની હતી પણ કાલ કદાચ આજ પ્લાન તેણીના સામે અજમાવવામાં આવે તો?છાસમાં માખણ જાય ને નાર ફુવડ કહેવાય જેવો તાલ થાય.પોતાની નાદાનીનો જીવંત દાખલો તો તેણીના સામે બીના છે એટલું પુરતું છે.બેનપણીઓ તો સલાહ આપીને જતી રહે પણ ભોગવવાનું તો આપણે હોયને?ઝ્બકીને મંજુલાએ કહ્યું

હું વિચારતી હતી તો પછી સામાનનું શું?”

આપણે શું જે લઇ આવ્યા છે તેઓ પોતે લઇ આવશે.બહાર આવ એટલે અધ્યાય પુરો થાય

પોતાના હાથમાંનું તાળું બતાવતા બીનાએ કહ્યું.  

અમે બહાર એક ખુણામાં ઊભા હતાં.મેં મોહનને આંખ મીચકારી તો મોહને .કે.માં મને અંગુઠો બતાવ્યો.

 

 

 

      

2 Responses

  1. મસ્ત આઈડીયા !

  2. ભાઇશ્રી જાની
    આજે દિવસા દિવસ વિભક્ત કુટુંબના વધતા જતાં બનાવો જેમ જ આ એક સત્ય ઘટનામાં દેખાદેખી અને ખોટી કાન ભંભેરણીનો શિકાર બનેલીને યુવતીને સત્યનો સાક્ષાત્કાર કરાવવા અને વગર કારણે એક કુંટુંબને વિખવાદના વમળ તરફ જતું બચાવવાનો પ્રયાસ સફળ રહ્યો એનો આનંદ અનેરો છે.ખરેખર તો કુટુંબ વિભાજનના કારણોના ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો જ્ણાશે કે,તદન નજીવા કે ક્ષુલ્લક કારણો અને એકબીજાને સમજી ન શકવાના કારણો આ માટે જવાબદાર હોય છે.એ માટે “બાગબાન” ચિત્રપટ ઉત્તમ દાખલો છે.
    અસ્તુ
    -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: