“પાગલ“
(રાગઃ હિસીનોસે મહોબ્બતકા યહી અંજામ હોતા હૈ)
મળી છે જ્યારથી આંખો,અમે બદનામ થઇ બેઠા;
તને લયલા મને મજનું “ધુફારી“નામ દઇ બેઠા….મળી છે
હતાં કો મુક્ત પંખી સા,ચમનમાં જિન્દગી કેરા,
ન‘તી સેવી ફિકર કે‘દી,ન પડછાયા ગમો કેરા;
વિચારોના વમળ વચ્ચે,માર્યા નથી કદી ફેરા,
કરી લિલામ નીંદરનું,લઇ ઉજાગરા બેઠા……………મળી છે
કદી કોરી હતી આંખો,હવે સુરમો લગાડુ છું,
કરીને ઠાઠ કપડાનો,અને અત્તર લગાડું છું;
હતાં જે દુધ જેવા દાંતમાં,તાંબુલ ઠઠાડું છું,
મસાલેદાર છોડીને,કીમામી પાન ખઇ બેઠા………….મળી છે
મળો છો બાગની વચ્ચે,હસો છો હોઠમાં મીઠું,
થઇ ભ્રમણા અમોને એ,નથી ક્યાં હાસ્ય આ દીઠું;
લગાવ્યા ચક્કરો ઘરના,બિરાદર દોસ્ત એ દીઠું,
પછી તો વાત ફેલાણી,અને ઇલ્ઝામ લઇ બેઠા……..મળી છે
કરી હિંમત અમે તમને,પ્રેમનો પત્ર દેવાની,
ગયા વારી અમે જોઇ,અદા એ પત્ર લેવાની;
કરી દરકાર ના કે‘દી,જવાબી પત્ર દેવાની,
દિવસ હપ્તા હતા ગણતાં,તમોને ક્યાંય ના દીઠા…..મળી છે
સરોવર પ્રેમ કેરામાં,એ પથ્થર પત્રનો નાખ્યો,
વલય ઉભર્યા જુઓ કેવા,મિલનને દુર લઇ નાખ્યો;
ન જાણ્યું કંઇ જરા સરખું,ભરોસો પ્રેમ પર રાખ્યો,
વફા ને બેવફાઇની ચડી,ચગડોળમાં બેઠા……………..મળી છે
દિવાનો દોસ્તો કહે છે,કહે છે કોઇ પરવાનો,
ગયું કરમાઇ આ દિલ ને,ગયા કચડાઇ અરમાનો;
જતી‘તી ડોલી તેણીની,થયો વિચાર મરવાનો,
મરાયું ના જીવાયું ના,ફકત પાગલ બની બેઠા……….મળી છે
૦૭/૦૩/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply