“હ્રદય”

હ્રદય

 

હ્રદય ભાંગ્યું ભલે મારૂં,તમે બદનામ ના કરતાં;

પ્રણય પહેલાં મારાનુ,તમે અપમાન ના કરતાં.

હતો અણજાણ ને અલ્લડ્,મહોબ્બતથી નજકતથી;

હતી અભિસારિકા પહેલી,તમે અપમાન ના કરતાં……પ્રણય

શરીર છે સાજ સુંદર ને,પ્રણય પંચમ મહીં બોલે;

ગયો મધ્યમથી હું પંચમ,તમે અપમાન ના કરતાં…..પ્રણય

છે મસ્તી શી મિલન કેરી,છે આલમ શો જુદાઇનો;

મિલન માણ્યું જુદા થઇને,તમે અપમાન ના કરતાં…..પ્રણય

પ્રણય ઇકરારમાં પણ છે,અને ઇન્કારમાં જોયો;

પ્રણયના ભેદ હું પામ્યો,તમે અપમાન ના કરતાં……..પ્રણય

ન્તી વાંચી તી જાણી,તી માણી કવિતાને;

કવિ મુજને બનાવી ગઇ,તમે અપમાન ના કરતાં…….પ્રણય

રીસાવાની મનાવાની,અદા માશુક તણી જોતાં;

અદાકારી ગયો શીખી,તમે અપમાન ના કરતાં………..પ્રણય

નિરસ જીવન મહીં સિંચી,નવે નવરસ તણી ધારા;

અધરરસ પ્રેમથી પાયું,તમે અપમાન ના કરતાં………પ્રણય

પ્રણયની પાઠશાળામાંધુફારીપાઠ સૌ શિખ્યો;

હશે અંતિમ ચરણ એનું,તમે અપમાન ના કરતાં……..પ્રણય

 

૨૪/૦૩/૧૯૮૯

“નારાજ તું”

નારાજ તું

 

શું થયું એવું અચાનક,થઇ પ્રિયા નારાજ તું;

ના બન્યું એવું અમસ્થું,થઇ પ્રિયા નારાજ તું. 

રોજ આવો કે આવો,વાટ હું જોતો રહ્યો;

આજ હું મોડો પડ્યો ને,થઇ પ્રિયા નારાજ તું….શું થયું

રોજના બહાના મેં તારા,સાંભળ્યા માન્યા ખરા;

મેં કહ્યું કારણ ખરૂં ને,થઇ પ્રિયા નારાજ તું…….શું થયું

મોગરો મહેકે સદા,તારા સુંવાળા કેશમાં;

ફૂલ બે માગ્યા અમસ્થા,થઇ પ્રિયા નારાજ તું….શું થયું

ઉલહેરતું પાલવ લઇ તું,બે કદમ આગળ હતી;

હાથમાં આવ્યું પવનથી,થઇ પ્રિયા નારાજ તું….શું થયું

વનના વિહારો માણતી,તું પર્વતો ચઢવા મથી;

પદતાં પડી મુજ બાથમાં,થઇ પ્રિયા નારાજ તુંશું થયું

દરરોજ એની વાતો,તું મને કરતી રહી;

મેં કહી બે વાત મારી,થઇ પ્રિયા નારાજ તું……..શું થયું

સહચાર ને સહેવાસ મારો,રોજ તું ઝંખે છતાં;

હાથ માંગે જોધુફારી“, થઇ પ્રિયા નારાજ તું…..શું થયું

 

૧૪/૦૩/૧૯૮૯

“પીછું”

પીછું

(રાગઃ એક દે ચિનગારી મહાનલ…….)

 

એક પીછું માગું મોરલિઆ એક પીછું માગું

આમ્રવૃક્ષથી તહુકો કરતો,સાંભળતાં મન ડોલે()

આંગણીએ ઉતરી આવીને(),થનગન થનગન ચાલે….મોરલિઆ

કલગી સુંદર શીરપ્ર તારી,રંગની શોભા ન્યારી()

ગરવ કરજે રૂપ તણો તું()ઇશ્વરની બલીહારી………..મોરલિઆ

હૈયા કેરો હાર કનૈયો,બંસીધર મને લાગું()

મોરમુકુટ મારાપ્રભુના કાજે()એક પીછું માગું………મોરલિઆ

 

૧૪/૦૩/૧૯૮૯ (પ્રયત્ન જુન૮૯માં પ્રકાશિત)

“શ્રદ્ધાંજલી”(કચ્છી)*

શ્રદ્ધાંજલી“(કચ્છી)*

કચ્છના મુર્ધન્ય કવિશ્રી દુલેરાય કારાણી બાપાને

 

ગુંધીયારી ગતી ડને,આશપુરા મતી ડને;

ધીણોધર ધીર ડને,અખુટ ભંડાર સઇ.  

      આખેડ પાખેડ્મેં પેલી,ધુળ ઢેફે ધબજેલી;

      બાબાણી બોલીજા બેલી,સચ્ચો નીરધાર કે.

ડેરે ને મંધર વટે,ધરગા પીરાણી વટે;

સતી પારીએ જે ઓટે,વઇને વિચાર કે.

      ગઢ કોઠા મેડી મઠ,સુકા નીરા માંક પટ;

      કંધી કંઠી ભેખડે મેં,હેકલો વટાઇ વે.

ડુંગર ને ખીણ તરા,સેલોર નયનારા;

મથે નીચે મિં બારા,ફરી ચોકસાઇ કે.

      પરોલી વે કો આખાણી,છંધ ડુઆ સંતવાણી;

      ચોવકું કવિત સુણી,ભેરા તું ભંડાર કે.

ડોસા ડોસી બાવા જોગી,સંત સુફી સચા ઢોંગી;

સુણી સુણી લખી લખી,થોથા તું તૈયાર કે.

      કખ કંઢા અક જજા,જારી ઝાંખરે મંજા,

      ગડા વાટ ગોતે કરે,મારગ વતાય વેં.

કમરકે કસે કરે,સજો કચ્છ ખુંધે કરો;

કચ્છજે કલાધરેજો,રચે અતેયાસ તું.

      કારાયલ જેડો કચ્છ,સાગરમેં જાણે મચ્છ;

      મોભો જેજો અછો પછ,કચ્છીસેં વધાય વેં.

વીરલા કોક કરે,કચ્છી લાય તું ભેખ ધરે;

ભેખધારી પ્રેમે કરે,ભેખ કે નભાય વે.

      ઝગમગ થીંધો જેંસી,કચ્છધરા રોંધી તેંસી;

      કચ્છડેજી પાગ મથે,થઇ મોતી કારાણી.

બુઝણ તું પે વડો,તો વટ આંઉ છંઢો;

પેણામપરભુજા થીએ મંગાતો સીકાર વેં.

 

૦૯/૦૩/૧૯૮૯ (પ્રયત્ન એપ્રિલ૮૯માં પ્રકાશિત્)

“પાગલ”

પાગલ

(રાગઃ હિસીનોસે મહોબ્બતકા યહી અંજામ હોતા હૈ)

 

મળી છે જ્યારથી આંખો,અમે બદનામ થઇ બેઠા;

તને લયલા મને મજનુંધુફારીનામ દઇ બેઠા….મળી છે

હતાં કો મુક્ત પંખી સા,ચમનમાં જિન્દગી કેરા,

તી સેવી ફિકર કેદી, પડછાયા ગમો કેરા;

વિચારોના વમળ વચ્ચે,માર્યા નથી કદી ફેરા,

કરી લિલામ નીંદરનું,લઇ ઉજાગરા બેઠા……………મળી છે

કદી કોરી હતી આંખો,હવે સુરમો લગાડુ છું,

કરીને ઠાઠ કપડાનો,અને અત્તર લગાડું છું;

હતાં જે દુધ જેવા દાંતમાં,તાંબુલ ઠઠાડું છું,

મસાલેદાર છોડીને,કીમામી પાન ખઇ બેઠા………….મળી છે

મળો છો બાગની વચ્ચે,હસો છો હોઠમાં મીઠું,

થઇ ભ્રમણા અમોને ,નથી ક્યાં હાસ્ય દીઠું;

લગાવ્યા ચક્કરો ઘરના,બિરાદર દોસ્ત દીઠું,

પછી તો વાત ફેલાણી,અને ઇલ્ઝામ લઇ બેઠા……..મળી છે

કરી હિંમત અમે તમને,પ્રેમનો પત્ર દેવાની,

ગયા વારી અમે જોઇ,અદા પત્ર લેવાની;

કરી દરકાર ના કેદી,જવાબી પત્ર દેવાની,

દિવસ હપ્તા હતા ગણતાં,તમોને ક્યાંય ના દીઠા…..મળી છે

સરોવર પ્રેમ કેરામાં, પથ્થર પત્રનો નાખ્યો,

વલય ઉભર્યા જુઓ કેવા,મિલનને દુર લઇ નાખ્યો;

જાણ્યું કંઇ જરા સરખું,ભરોસો પ્રેમ પર રાખ્યો,

વફા ને બેવફાઇની ચડી,ચગડોળમાં બેઠા……………..મળી છે

દિવાનો દોસ્તો કહે છે,કહે છે કોઇ પરવાનો,

ગયું કરમાઇ દિલ ને,ગયા કચડાઇ અરમાનો;

જતીતી ડોલી તેણીની,થયો વિચાર મરવાનો,

મરાયું ના જીવાયું ના,ફકત પાગલ બની બેઠા……….મળી છે

 

૦૭/૦૩/૧૯૮૯